પીળુ, ગંદુ ડોહળું, વાસવાળું પાણી મળે છે વડોદરામાં, રહીશો પરેશાન

News18 Gujarati
Updated: May 13, 2019, 12:23 PM IST
પીળુ, ગંદુ ડોહળું, વાસવાળું પાણી મળે છે વડોદરામાં, રહીશો પરેશાન
વડોદરાવાસીઓ દુષિત પાણીથી ત્રસ્ત થઇ ગયા છે. પાણીનાં ટાંકા અને પમ્પની જે સફાઇની વાતો છે તે માત્ર કાગળ પર જ છે

વડોદરાવાસીઓ દુષિત પાણીથી ત્રસ્ત થઇ ગયા છે. પાણીનાં ટાંકા અને પમ્પની જે સફાઇની વાતો છે તે માત્ર કાગળ પર જ છે

  • Share this:
ફરીદ ખાન, વડોદરા: વડોદરા વાસીઓને દુષિત પાણીથી મુક્તિ નથી મળી રહી. ચોખ્ખુ પાણી આપવાનાં તંત્રનાં દાવા પણ પોકળ સાબિત થયા છે. દુષિત પાણીથી એક વ્યક્તિનાં મોત બાદ પણ તંત્રની આંખ ઉઘડી રહી નથી. તેઓ એક
તરફ ચોખ્ખુ પાણી આપવાની વાત કરે છે પણ આ તમામ દાવાઓ તેમનાં પોકળ સાબિત થઇ રહ્યાં છે. પાણીનાં ટાંકા અને પમ્પની સફાઇની માત્ર વાતો જ થઇ રહી છે નગરજનોને પીવાનું ચોખ્ખુ પાણી હકિકતમાં નથી મળી રહ્યું.

વડોદરાવાસીઓ દુષિત પાણીથી ત્રસ્ત થઇ ગયા છે. પાણીનાં ટાંકા અને પમ્પની જે સફાઇની વાતો છે તે માત્ર કાગળ પર જ છે. શહેરીજનોને દુષિત પાણી પીવાનું મળતું હોવાથી તેઓમાં રોગોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

વડોદરાનાં પૂર્વ અને દક્ષિણ વિસ્તાર છે જ્યાં 10 ટાંકીઓ પાણીની મનપા આવેલી છે ખાસ કરીને પાણીગેટ, ગાંજરાવાડી, માંજરા પુર, તરસાલી, આજવા રોડ, અને વાઘોડિયાનાં રહેવાસીઓ પાણીને લઇને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.
એક તરફ વડોદરા મહાનગર પાલીકાને માલૂમ થયુ કે નિમેટા પાણી ટ્રિટમેન્ટ પ્લાન ખામી ભરેલો છે. ઓપરેશન અને મેન્ટેનન્સની ખામીને કારણે મનપા દ્વારા ડોહળુ અને દુષિત પાણી વિસ્તરીત કરવામાં આવી રહ્યું છે. આ ભૂલ સમજાયા
બાદ મનપાએ ખાતરી આપી હતી કે, એક અઠવાડિાયની અંદર મેન્ટેનન્સ અને સાફ સફાઇ કરવામાં આવશે. અને લોકોને શુદ્ધ પાણી મળશે. પણ મનપાનાં દાવા ખોટા સાબિત થયા છે.આ જ કારણે વડોદરામાં કમળો અને પાણી જન્ય રોગોથી દવાખાનાંમાં લોકો ઉભરાઇ રહ્યાં છે. એક વ્યક્તિનું ઝાડા- ઉલટીને કારણે મોત પણ થઇ ગયુ છે. ગાજરાવાડી વિસ્તારમાં રિઆલિટી ચેક કરતાં માલૂમ પડ્યું કે, સવારે સાત વાગ્યે
આપવામાં આવેલુ પાણી જ પીળાશ પડતુ, ડોહળું, વાસ મારતું અને અશુદ્ધ છે. આ સમસ્યાથી રહેવાશીઓને છુટકારો નથી થઇ રહ્યો.

ત્યા રહેતી મહિલાનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષથી ગંદુ ગટર જેવું ડોહળું પાણી આવે છે. આ પાણીથી વાસણ કપડાં કેવી રીતે ધોવાનાં. તેનાંથી અમને ચામડીની પણ બીમારીઓ થઇ ગઇ છે. જો આ સમસ્યાનો હલ તમે લાવો તો આ તમારી
મહેરબાની છે.

અન્ય એક મહિલાનું કહેવું છે કે, આવું પાણી અમને છેલ્લા એક વર્ષથી આવે છે આ અમારી રોજીંદી જરૂરીયાત છે જો આવું ને આવું રહ્યું તો અમે બધા એક થઇ જઇશું અને પાણીનો વેરો ભરીશું નહીં.

એક રહેવાશીનાં જણાવ્યા અનુસાર, એક સમયનાં વિધાનસભા અધ્યક્ષ અને અહીંનાં સ્થાનિક રહેવાસીને જ્યારે આ મામલે રજુઆત કરવામાં આવી તો તે પણ એવું કહીને છુટી ગયા કે અમારા ત્યા પણ આવું પીળુ પાણી આવે છે. અમે શું
કરીએ. ન તો અમને ક્લોરિનની ગોળીઓ આપવામાં આવે છે ન તેમજ હવે આ મુદ્દે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. અમે ઇચ્છીએ છીએ કે આ મામલે જે તે અધિકારી જવાબદાર છે તેમનાં પગાર અને ભથ્થામાંથી તેનો ખર્ચ કાપવામાં
આવે. ન કે સરકારી તીજોરી માંથી.
First published: May 13, 2019
વધુ વાંચો
अगली ख़बर