Home /News /madhya-gujarat /Vadodra News: વડોદરા શહેરમાં બર્ફીલા પવનો ફુંકાયા બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો

Vadodra News: વડોદરા શહેરમાં બર્ફીલા પવનો ફુંકાયા બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો

ગુરૂવારના રોજ શહેરમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બર્ફીલા પવનો ફુંકાયા 

Vadodra News: શહેરમાં સતત બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. તેવામાં ગઇકાલ ગુરૂવારના રોજ શહેરમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે

    વડોદરા: શહેરમાં સતત બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. તેવામાં ગઇકાલ ગુરૂવારના રોજ શહેરમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બર્ફીલા પવનો ફુંકાયા હતા. જેમાં શહેરનું લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 12.4 ડિગ્રી એ પહોંચ્યો હતો. બર્ફીલા પવનના લીધે લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. ઠંડીના લીધે શહેરીજનો દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રો નીચે ધરબાયેલા જોવા મળ્યા હતા. જ્યારે સાંજ પડતાં જ તાપણાંના દ્રશ્ય શહેરમાં નજરે ચડયા હતા.

    બુધવારે 2 ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ગુરુવારે શહેરમાં પુનઃ તાપમાનનો પારો વધુ 2 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન 13 ડિગ્રી સેન્ટિગ્રેડ પહોંચ્યું હતું. જેના લીધે દિવસ દરમિયાન શહેરમાં ઠંડીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે તેવી સંભાવના કરવામાં આવેલ છે.

    વડોદરા શહેરમાં આજરોજ શુક્રવારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. આજે સવારથી કાતિલ ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ઘરમાં લોકો હીટરનો ઉપયોગ તથા રસ્તા પરના લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. તેમાં ખાસ મોટી ઉંમરના લોકો માટે ઠંડી અસહ્ય બની રહી છે.

    ફૂટપાથ વાસીઓ અને ગરીબોને ઠંડી સામે રક્ષણ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં લઘુતમ તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હોવાથી શહેરમાં બર્ફીલા પવનો ફૂંકાય રહ્યા છે ઠંડીનો પારો ગગડવાથી શહેરમાં રોગચાળો ફાટી નિકળવાની ભીંતી સર્જાઇ રહી છે ઠંડીથી રક્ષણ મેળવવા માટે નાગરિકો વિવિધ નુસખાઓ અપનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ આવનારા કેટલાક દિવસ સુધી આ કાતિલ ઠંડીનો દોર યથાવત રહેશે. લોકોએ જેમ બને એમ ઘરની બહાર કામ પૂરતું જ નીકળવું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Local 18, Vadodra News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन