વડોદરા: કુબેર ભંડારી અમાસ અનેક ભક્તો કરે છે. 4 - 12 - 2021 શનિવારના રોજ વર્ષની છેલ્લી અમાસ છે. સવારે 4 વાગે રાબેતા મુજબ મંદીર ખોલવામાં આવશે અને રાતના 9 વાગ્યા સુધી આ મંદિર અવિરત પણે ખુલ્લુ રહેશે. તમામ ભક્તોને માસ્ક અવશ્ય પહેરજો, સેનેટાઈઝર અને હેન્ડ વોશ રાખજો. સોશિયલ ડિસ્ટનસ રાખજો અને નર્મદા નદીમાં કોઈપણ જાતનું પ્રદૂષણ ફેલાય નહિ એનું ખાસ ધ્યાન રાખવા અનુરોધ કરાયો છે.
તથા આવતીકાલે સૂર્યગ્રહણ આફ્રિકા અને એટલાન્ટિકામાં દેખાવાનું છે. ભારતમાં બિલકુલ દેખાવાનું નથી એટલે ધાર્મિક રીતના પાડવાનો નથી. ઘણા કેલેન્ડરની અંદર ગ્રહણ લખેલું છે પરંતુ અમાસ ભરતા તમામ ભક્તોને જણાવવાનું કે, આવતી દિવાળીએ ગ્રહણ છે એના પહેલાં ભારતમાં એક પણ ગ્રહણ દેખાવાનું નથી. ધાર્મિક રીતના પાડવાનું નથી એની નોંધ રાખજો.