1. 108 બ્રાહ્મણોને અનાજની કીટનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરાઈ...
આજરોજ દ્વારકેશલાલજી મહારાજના જન્મદિવસ નિમિત્તે 108 બ્રાહ્મણોને અનાજની કીટનું વિતરણ કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કારતક કૃષ્ણ ચોથના દિવસે આજરોજ દ્વારકેશલાલજી મહારાજનો જન્મદિવસ છે. વિપો દ્વારા અન્ન સહાય યોજના અંતર્ગત આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા તથા જરૂરિયાત મંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરી સહાય આપવામાં આવે છે. આજરોજ 108 બ્રાહ્મણોને અનાજની કીટનું વિતરણ કરી સાથે જ તેમની પૂજા અર્ચના કરવામાં આવેલ.
2. ગૌચરની જમીન શહેરના રખડતા ઢોરો માટે ફાળવવામાં આવતા વિરોધ પ્રદર્શન કરાયો...
ચિખોદ્રા ગામ ના રહીશો અને આગેવાનો દ્વારા ચિખોદ્રા ગામના બ્લોક નંબર-420 વાળી જમીન શહેરના રખડતા ઢોરો માટે જગ્યા ફાળવવામાં આવતા આજ રોજ વડોદરા કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. તેમાં તેઓએ જણાવ્યું હતું કે, ચિખોદ્રા ગામમાં ગૌચર જમીન છે, જેમાં ગામના રબારી ભરવાડ રાઠોડવડીયા હરિજન તથા સમાજના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જેમાં આ પશુપાલક આ ગૌચરની જગ્યા ઢોર ચરાવવા માટે ઉપયોગ કરી રહ્યા છે. જેના આધારે તેઓનું જીવનનિર્વાહ ચાલે છે.
હાલમાં જ કલેકટર વડોદરા દ્વારા ચિખોદ્રા ગામના બ્લોક નંબર 420 વાળી જમીન ફાળવવા જાહેરાત કરેલ છે. તે પ્રમાણે જો ગૌચરની જગ્યા ફાળવવામાં આવે તો ચિખોદ્રા ગામના પશુપાલકો માટે જીવા દોરીનો પ્રશ્ન સર્જાય તેમ છે. તેમજ પશુપાલકોને આર્થિક નુકસાન પણ થાય તેમ છે અને સાથે ગામમાં બેરોજગારીની સંખ્યા પણ વધે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. જેથી ચિખોદ્રા ગામના રહીશો દ્વારા આજરોજ ગૌચરની આ જગ્યાને ફાળવણી બાબતે કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, સાથે સખત વિરોધ નોંધાવ્યો હતો.