Home /News /madhya-gujarat /વડોદરાઃ SOGએ રેલવે સ્ટેશન પાસેથી હથિયારો સાથે ધાડપાડુઓની મોટી ગેંગ ઝડપી

વડોદરાઃ SOGએ રેલવે સ્ટેશન પાસેથી હથિયારો સાથે ધાડપાડુઓની મોટી ગેંગ ઝડપી

વડોદરાઃ SOGએ રેલવે સ્ટેશન પાસેથી હથિયારો સાથે ધાડપાડુઓની મોટી ગેંગ ઝડપી.

SOGની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી હથિયારો સાથે ધાડપાડુ ગેંગની પકડી પાડી છે

વડોદરાઃ SOGને મોટી ધાડપાડુ ગેંગને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. SOGની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી હથિયારો સાથે ધાડપાડુ ગેંગની પકડી પાડી છે.

વધુ માહિતી મુજબ, વડોદરા રેલવે સ્ટેશન પાસેથી SOGએ છ જેટલા ધાડપાડુઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી તમંચા, જીવતી કારતૂસ અને વિદેશી ચલણ મળી આવ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા ધાડપાડુઓએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી છે.


SOGએ વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ઝડપાયેલા ધાડપાડુઓ પાસેથી તમંચા,કારતૂસ,વિદેશી ચલણ જપ્ત કર્યાં છે.


આ પકડાયેલા ધાડપાડુઓ છેલ્લા ઘણા સમયથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સક્રિય હોવાની કબૂલાત કરી હતી.પકડાયેલા ધાડપાડુઓ સુરતના ઇચ્છાપુરમાં થયેલી હત્યા અને લૂંટમાં પણ સંડોવાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાતમાંથી લૂંટ કરી પંજાબ જવા ભાડેથી કાર શોધી રહ્યા હતા ત્યારે આ ધાડપાડુ-લૂંડારાઓ SOGની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસ-તપાસમાં હજી મોટી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.
First published:

Tags: Vadodara, ગુજરાત, ગુનો, ટોળકી, લૂંટ

विज्ञापन
विज्ञापन