Home /News /madhya-gujarat /

Vadodara news: વડોદરાની યાસ્તિકા ભાટીયાની ICC વિમેન્સ વર્લ્ડકપની ટીમમાં પસંદગી

Vadodara news: વડોદરાની યાસ્તિકા ભાટીયાની ICC વિમેન્સ વર્લ્ડકપની ટીમમાં પસંદગી

બરોડા

બરોડા ક્રિકેટ ઍસો.ના ઈતિહાસમાં પ્રથમ મહિલા ક્રિકેટર વન - ડે વર્લ્ડકપ રમશે 

Vaddoara news: બરોડા ક્રિકેટ એસોસિયેશનના (Baroda Cricket Association) ઈતિહાસમાં વિમેન્સ ODI વર્લ્ડ કપ ટીમમાં પસંદ થનાર યાસ્તિકા પ્રથમ ક્રિકેટર બની છે. BCCI એ વિમેન્સ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.

    Vadodara news:  ICC વિમેન્સ વન - ડે ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2022માં ન્યુઝીલેન્ડ (New Zealand) ખાતે આગામી માર્ચ અને એપ્રિલ મહિનામાં રમાશે. વર્લ્ડ કપની ભારતીય ટીમમાં (Indian team) વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાનો સમાવેશ થયો છે. બરોડા ક્રિકેટ એસોસિયેશનના (Baroda Cricket Association) ઈતિહાસમાં વિમેન્સ ODI વર્લ્ડ કપ ટીમમાં પસંદ થનાર યાસ્તિકા પ્રથમ ક્રિકેટર બની છે. BCCI એ વિમેન્સ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ન્યુઝીલેન્ડમાં આ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ યોજાનાર છે. વર્લ્ડ કપની ટીમમાં વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાનો સમાવેશ કરાયો છે.

    આ પણ વાંચોઃ-crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

    21 વર્ષની યાસ્તિકાએ ગત વર્ષે ઇન્ટરનેશનલ વન - ડે , ટી 20 અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. યાસ્તિકા છેલ્લાં કેટલાક સમયથી બરોડા ક્રિકેટ એસો.નું પ્રતિનિધિત્ત્વ છે. યાસ્તિકા બીસીએ અન્ડર -23ની કેપ્ટન પણ રહી ચુકી છે. યાસ્તિકા લેફટ હેન્ડ બેટિંગ અને સ્લો લેફટ આર્મ ઓર્થોડક્સ બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે ફેમસ છે. યાસ્તિકાના પિતા હરીશભાઇ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને માતા ગરીમાબેન બેંકના નિવૃત સિનિયર મેનેજર છે. યાસ્તિકાની બહેન જોશીતા ડોક્ટર છે.

    આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી

    લોકડાઉનમાં પાર્કિંગમાં નેટ્સ બાંધી પ્રેક્ટિસ કરી: યાસ્તિકા એ જણાવ્યું કે, કોરોના લોકડાઉનમાં ક્રિકેટ બંધ થઈ ગયું હતું. સમય વેડફ્યા વગર મેં તેનો ઉપયોગ કર્યો હતો. મારા પિતાએ પાર્કિંગ એરિયામાં નેટ્સ બંધાવી આપી હતી. ટ્રેનર સંતોષ ચોગલે મને ટ્રેનિંગ આપવા આવતા હતાં. ક્રિકેટમાં આગળ વધવા ઘણો પરિશ્રમ કર્યો છે. આ ઉપરાંત મને મારા પરિવાર, પાડોશીઓ, કોચ અને ટ્રેનરનો ઘણો સહકાર પણ મળ્યો છે. ન્યુઝીલેન્ડની વિકેટ પર બેટિંગ કરવા હું ખુબ ઉત્સાહી છું. વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના મારા રોલ મોડલ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, વડોદરા સમાચાર

    આગામી સમાચાર