દરેક યુવતીઓ વડોદરાનાં અનુસિંઘ રાજપૂતની જેમ જાગૃત થશે, તો રોમિયોગીરી કરતા શખ્સો સીધાદોર થઇ જશે. અનુસિંઘ રાજપૂતને ફોલો કરતા રોમિયોનો વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો. બાદ પોલીસે કાયર્વાહી કરી હતી.
Nidhi Dave, Vadodara: વડોદરા પોલીસની શી ટીમે ફરી એકવાર મહિલાઓ માટે સલામત વાતાવરણ બનાવવા માટે એક દાખલો બેસાડ્યો છે. વડોદરા શહેરની મહારાજા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને સમાજ સેવિકા અનુસિંઘ રાજપુત દ્વારા પોસ્ટ કરાયેલા ત્રણ રોમિયોના વાયરલ વીડિયોના આધારે, વારસિયા પોલીસ સ્ટેશનની શી ટીમ આરોપીને પકડવા માટે ઝડપથી કાર્યવાહી કરી અને રોમિયોને 30 કિલોમીટર દૂર પકડી પડ્યા હતાં. અનુસિંઘ રાજપૂતે ટીમને તેમની કાર્યવાહી બદલ આભાર માન્યો અને તેને વડોદરામાં સુરક્ષિત અનુભવવામાં મદદ કરી હતી. ત્રણ રોમિયોએ 8 કિમી ઓટોરીક્ષા પાછળ આવ્યાં 26 વર્ષીય અનુસિંઘ રાજપુત મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરની છે. છેલ્લા 6 વર્ષથી વડોદરામાં સ્થાયી છે. અનુસિંઘ રાજપુતે જણાવ્યું હતું કે, આ ઘટના 25મી જાન્યુઆરીએ બની હતી. જ્યારે મેં ઘરે પહોંચવા માટે ઓટોરીક્ષા ભાડે કરી, ત્યારે પંડ્યા બ્રિજથી વી.આઈ.પી રોડ સુધી ત્રણ છોકરાઓ લગભગ 7 થી 8 કિલોમીટર સુધી તેમની બાઇક પર મારી ઓટોરીક્ષાની પાછળ આવ્યા અને મને સતત હેરાન કરતા રહ્યા. હું થોડી ગભરાઈ ગઈ હતી પરંતુ હિંમત કરીને મોબાઈલ પર એક વીડિયો શૂટ કર્યો અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની સામે કાર્યવાહી કરવાનો મેસેજ પોસ્ટ કર્યો. તેની ગંભીર નોંધ લેવાઈ અને પોલીસ કમિશનરની સૂચનાથી વારસિયા શી ટીમે આરોપીઓને શોધીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી. આ ઝડપી કાર્યવાહી માટે પોલીસ ટીમનો આભાર માનું છું.
ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી આ ઘટના દરેક છોકરી માટે ડરામણી હતી પરંતુ એક MMA ફાઇટર અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનર હોવાને કારણે છોકરાઓને પાઠ ભણાવ્યો. આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ મહિલા સેલ, રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, વીડિયો અમારી નજરમાં આવતાની સાથે જ અમારી ટીમે આરોપીઓને તેમના બાઇક રજિસ્ટ્રેશન નંબરના આધારે શોધી કાઢ્યા અને અમે તેમની સામે નિવારક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. યુવતીએ કોઈપણ એફઆઈઆર દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ અમે તેમની બાઇક ડિટેઈન કરી હતી અને આ મામલે કાર્યવાહી કરી છે.
તમને કે તમારી આસપાસ કોઈ પરિસ્થિતિનું નિમાર્ણ થાય તો શી ટીમને સંપર્ક કરી શકો છો: 7434 888 100 / 100 / 181 / 7573 996 241