વડોદરા ભાખરવડી અને લીલા ચેવડા માટે દેશભરમાં પ્રખ્યાત છે.
જેમાં ખાસ કરીને ફરવા લાયક સ્થળ, કલા સંગીત અને ગાયકવાડી શાસનથી જાણીતું છે. પરંતુ આટલું જ નહીં વડોદરા શહેર ખાવા પીવા માટે પણ એટલું જ પ્રખ્યાત છે. વડોદરા શહેર દુલીરામના પેંડા, મહાકાળીનું સેવ ઉસળ તથા ફરસાણમાં ભાખરવડી અને લીલા ચેવડા મ
Nidhi Dave, Vadodara: વડોદરા શહેર ઘણી બાબતો માટે જાણીતું છે. જેમાં ખાસ કરીને ફરવા લાયક સ્થળ, કલા સંગીત અને જે ગાયકવાડી શાસનથી જાણીતું છે. પરંતુ એટલું જ નહીં વડોદરા શહેર ખાવા પીવા માટે પણ ખુબજ પ્રખ્યાત છે. વડોદરા શહેર દુલીરામના પેંડા, મહાકાળીનું સેવ ઉસળ તથા ફરસાણમાં ભાખરવડી અને લીલા ચેવડા માટે દેશભરમાં પ્રખ્યાત છે.
તો આવો આપણે જાણીએ કે ભાખરવડી બને છે કેવી રીતે ? શહેરના તિરુપતિ ગૃહ ઉદ્યોગ ચલાવતા વિજય ઠક્કરે જણાવ્યું કે, ભાખરવડી અમે ખાસ કોપરા સલ્લીથી બનાવીએ છીએ.એના સિવાય અમે બટરની ભાખરવડી અને નાની ભાખરવડી પણ બનાવીએ છે. અને અમારા આ ગૃહ ઉદ્યોગમાં આઠ લોકો કાર્યરત છે.
રીત: કોપરાને સાંતળવું. ત્યારબાદ એમાં મીઠું, મરચું, ખાંડ, મસાલો,હળદર, બધું જ ભેગું કરવું. ઉપરોક્ત જણાવેલ તમામ સામગ્રીને પ્રમાણસર લઈને બરાબર ભેગું કરવામાં આવે છે. ત્યાર બાદ ચણાના લોટમાં સપ્રમાણ મોણ, મીઠું, હળદર નાખી લોટ બાંધવો. ત્યારબાદ એના લુઆ વળવા. મોટા કદનો રોટલો વણવો.
માવો એકરસ થઈ જાય પછી એને રોટલા પર પાથરવું. ત્યારબાદ રોટલાની કિનારી પર લીંબુનો રસ ચોપડવો અને ધીરે ધીરે રોલ વાળવો. બરાબર આંગળીથી રોલને દબાવવો. અને રોલ પર એક સરખા કાપા પાડવા. અને આ ટુકડાઓને ચોખ્ખા તેલમાં તળવામાં આવે છે. ખૂબ જ સરળતાથી ભારખવડી તૈયાર.