NEETમાં વડોદરાનો વિદ્યાર્થી આવ્યો દેશમાં પ્રથમ સ્થાને, જાણો તેની સફળતાનું રહસ્ય

આ પરીક્ષા 1200 માર્કની હોય છે જેમાંથી તેને 1006 માર્ક મેળવ્યાં છે.

News18 Gujarati
Updated: February 1, 2019, 10:16 AM IST
NEETમાં વડોદરાનો વિદ્યાર્થી આવ્યો દેશમાં પ્રથમ સ્થાને, જાણો તેની સફળતાનું રહસ્ય
વડોદરાના વિદ્યાર્થી કેસરાની અશરફ હુસેને સમગ્ર દેશમાંથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
News18 Gujarati
Updated: February 1, 2019, 10:16 AM IST
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવામાં આવતી ડોક્ટર ઓફ મેડિસીન અને માસ્ટર ઓફ સર્જન માટેની નીટ (NEET)ની પરીક્ષાનું ગઇકાલે મોડી સાંજે પરિણામ આવ્યું છે. જેમાં વડોદરાના વિદ્યાર્થી કેસરાની અશરફ હુસેને સમગ્ર દેશમાંથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ પરીક્ષા 1200 માર્કની હોય છે જેમાંથી તેને 1006 માર્ક મેળવ્યાં છે. વડોદરાના વાસણા વિસ્તારમાં રહેતા અશરફે વડોદરા તેમજ ગુજરાતનું પણ નામ રોશન કર્યુ છે.

અશરફે વાતચીતમાં કહ્યું કે, 'લોકો કહેતા હતા કે એમબીબીએસનો અભ્યાસ બહુ અઘરો હોય છે પણ મેં ક્યારેય આ માન્યતાને મારા મગજ પર સવાર થવા દીધી નહોતી. મેં પહેલેથી જ એક મંત્રને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો છે અને તે છે આઈ કેન ડુ ઈટ. પોઝિટીવ માન્યતા અને મહેનત મારી સફળતાનુ રહસ્ય છે. નીટ માટે મેં એમબીબીએસના પહેલા વર્ષથી જ તૈયારી શરુ કરી દીધી હતી. મારે દિલ્હીની મૌલાના અબ્દુલ કલામ આઝાદ મેડિકલ કોલેજમાં એમડી મેડિસિનનો અભ્યાસ કરવો છે. '

કેસરાની અશરફ હુસેન 99.99 પર્સન્ટાઈલ સાથે દેશમાં પ્રથમ આવ્યો છે. અશરફે વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. દેશના ટોપ 100માં ગુજરાતના જ 10 વિદ્યાર્થી છે. 6 જાન્યુઆરીએ NEETની પરીક્ષા લેવામાં આવી હતી. PG મેડિકલમાં પ્રવેશ માટે NEETની પરીક્ષા લેવામાં આવે છે.
First published: February 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...