Vadodara News: શહેરમાં આવેલ સયાજીબાગ જે કમાટીબાગના નામે પણ જાણીતું છે. સયાજીબાગ વિશ્વામિત્રી નદીના કિનારે આશરે 113 એકર જમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે 1879ની સાલમાં બનાવ્યો હતો. જેમાં પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક, જોય ટ્રેન અને માછલીઘર આવેલુ છે. જેમાં વર્ષો બાદ હવે પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘરનું નવીનીકરણ કરવામાં આવી રહયું છે. પ્રાણી સંગ્રહાલયની નવીનિકરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પક્ષીઘરનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે.
કમાટી બાગમાં આવેલ પક્ષીઘર જેનું નવીનીકરનીનું કાર્ય પૂર્ણ થવામાં આવ્યું છે. જે હવે 5500 સ્ક્વેર મીટરમાં બનાવવામાં આવી રહ્યું છે. જેની માટે 15 કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેમાં લોકો પક્ષીઓની મુક્ત વાતાવરણમાં અને પ્રકૃતિના સાનિધ્યમાં ફરતા અને રમતા જોઇ શકાશે. જેમાં ભારતીય અને વિદેશી પક્ષીઓને પ્રાકૃતિક સાનિધ્યનો લાભ લેતા નિહાળી શકાશે. પક્ષી ઘરમાં આપ વોકિંગ કરતા પક્ષીઓને નિહાળી શકશો. સંપૂર્ણ ગુજરાતનું બીજું ઓપન પક્ષીઘર વડોદરામાં હશે, અને સંપૂર્ણ ભારતમાં 25 મીટર ઊંચાઈ વાળુ પ્રથમ પક્ષીઘર વડોદરામાં બની રહ્યું છે. જેમાં ફેરુલ મેશની જાળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઓપન પક્ષીઘરના ડિઝાઇનિંગ વર્ગમાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને તેનું નવીનીકરન માટે બે વર્ષ જેટલા સમય લેવામાં આવ્યું. પક્ષીઘરમાં 2 ડોમ રાખવામાં આવ્યા છે, જેમાં એક ડોમમાં દેશી પક્ષીઓ તથા બીજા ડોમમાં વિદેશી પક્ષીઓને રાખવામાં આવશે. તેમાં ખાસ તળાવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પક્ષીઘરમાં મોટા ભાગના તમામ પક્ષીની જાત ઉપલબ્ધ હશે. જેનાથી આવનારા પર્યટકોને અહીં પક્ષીઓ વિશે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે.
વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ દ્વારા રામોજી ફિલ્મ સીટીની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે તેમની ભેટ વડોદરા ઝુ ક્યુરેટર ડો. પ્રત્યુષ પાટણકર સાથે ત્યાં થઈ હતી. અને તેમને આવું કઈ વડોદરાના ઝુ માં કરવાની માંગ કરી હતી. એના ઘણા સમય બાદ આ અદભુત કાર્ય સયાજીબાગ શરૂ કરવામાં આવ્યું. વડોદરા ઓપન પક્ષીઘરની ડિઝાઇન જોઈ ભારતભરના ઝુ ક્યુરેટર પ્રફુલ્લિત થયા હતા અને આપણે કાર્ય પદ્ધતિ અપનાવવાની પણ વાત કરી હતી.
ઓપન પક્ષીઘરનું બાંધકામ અંતિમ ચરણ પર છે. તે પૂર્ણ થતા ત્યાં વૃક્ષો વાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પક્ષીઓ માટે ઉપયોગી રહે તેવા વૃક્ષો ત્યાં લગાવવામાં આવશે. આકર્ષણના કેન્દ્ર માટે ત્યાં વોકિંગ બ્રિજ બનાવવામાં આવ્યો છે. સાથે જ ઈડરથી વિવિધ આકારના પથ્થરો પણ લાવવામાં આવ્યા છે. ચોક્કસપણે ટૂંક સમયમાં પર્યટકો માટે સયાજીબાગ ઝૂ આકર્ષણનું કેન્દ્ર બનશે. પર્યટકો મુક્ત વાતાવરણમાં પક્ષીઓને નિહાળી શકશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર