Home /News /madhya-gujarat /

વડોદરા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા, સોનાના દાગીના, ઇનોવા કાર ગાયબ

વડોદરા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા, સોનાના દાગીના, ઇનોવા કાર ગાયબ

વડોદરામાં યુવકની કરપીણ હત્યા

ઇવનિંગ વૉકરે પોલીસને (Police)ને અજાણ્યો મૃતદેહ હોવાની જાણ કરી, તપાસ કરતા મૃતક ગોરવાનો અતુલ હોવાનું સામે આવ્યું

  અંકિત ઘોનસીકર, વડોદરા :  એક તરફ કોરોના મહામારી (Corona-virus) સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બીજી તરફ શહેરશહેરમાં હત્યા જેવા સંગીન અપરાધો પણ થઈ રહ્યા છે. ગઈકાલે શહેરની નજીક આવેલા સેવાસી વિસ્તારની (Sevasi) અક્ષર પબ્લિક સ્કૂલ પાસે આવેલી તાણા તલાવડી નજીક ટીપી-2 પાસેથી ગઈકાલે સાંજે શંકાસ્પદ હાલતમાં એક યુવકનો મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો. આ મૃતદેહ હોવાની જાણ કોઈ ઇવનિંગ વૉકરે પોલીસને (Police) કરી હતી. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક બનાવ વાળી જગ્યાએ પહોંચી ગયો હતો. ઘટના સ્થળે જઈને તપાસ કરતા યુવકની હત્યા (Murder) થઈ હોવાનું ફલિત થયું હતું. આ બનાવમાં મહત્વની બાબત એ છે કે, ઘરેથી કાર લઇને નિકળેલા યુવકની કાર અને તેને પહેરેલી સોનાની ચેઇન અને વીટીઓ પણ ગાયબ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

  આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ગોરવાનો રહેવાસી અતુલ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. અતુલ ઠાકોર 28 વર્ષની ઉંમરનો હતો અને બપોરથી ગુમ હતો. બપોરથી ગુમ થયેલા અતુલ અંગે ચિંતિત પરિવારે સાંજે પોલીસને જાણ કરી હતી. હત્યા બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કરી દીધું હતું. જોકે, અતુલનો મૃતદેહ મળી આવ્યા બાદ તેની હત્યા થયાનું ફલિત થયું હતું.

  બનાવ સંદર્ભે રમેશભાઇ ઠાકોરએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતુ કે, તેમનો પુત્ર અતુલ ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે. ગત રોજ બપોરના સમયે અતુલ ઘરેથી સફેદ રંગની ઇનોવા કાર લઇ કામ અર્થે બહાર નિકળ્યો હતો. પરંતુ તે ક્યાં જઇ રહ્યો છે તે બાબતે કોઇને જાણ કરી ન હતી. અતુલ ઘરેથી નિકળ્યાને 4 ક્લાક જેટલો સમય વિતી ગયો હતો. જેથી પરિવારજનોએ તેના મોબાઇલ પર સંપર્ક કરતા કોઇ પ્રતિઉત્તર મળ્યો ન હતો. ચિંતાતુર થયેલા પરિવારે અતુલની શોધખોળ શરૂ કરી હતી.

  દરમિયાન મોડી સાંજે ભાયલી ખાતે રહેતા સબંધીને પરિવારે સંપર્ક કર્યો હતો. પરંતુ અતુલ ત્યાં પણ મળી આવ્યો ન હતો. તેવામા રાત્રે 8 વાગ્યાના અરસામાં અતુલના પરિવારને જાણવા મળ્યું કે, સેવાસી ગામની સીમમાંથી એક લાશ મળી આવી છે, જેને સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાઇ છે. જેથી પરિવારજનો તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં એમ્બ્યૂલન્સમાં મુકેલા મૃતદેહને જોતા અતુલ હોવાની ઓળખ પરિવારે કરી હતી.

  અતુલનો મૃતદેહ જોતા તેના મોઢા અને શરીરના અન્ય ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાના નિશાનો જોવા મળ્યાં હતા. તેમજ માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યો હોવાનુ પણ જણાઇ આવ્યું હતુ. તથા અતુલે ગળામાં પહેરેલી સોનીની ચેઇન અને હાથમાં પહેરેલી બે જેટલી વીટીઓ પણ ગાયબ હોવાનુ જોવા મળ્યું હતુ. જેથી પરિવારે અતુલની હત્યા થઇ હોવાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચો : કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોરોનાને આપી મ્હાત, Videoમાં કરી તંત્રની પ્રસંશા

  યુવક અતુલ ઠાકોરને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંક્યા હોવાના નિશાનો જોવા મળ્યા હતા જ્યારે નાકથી લઈને ગળાના ભાગ સુધીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયેલા હોવાના નિશાન મળ્યા હતા. તેના જમણા હાથમાં AR લખાયેલું હતું.

  પોલીસે હત્યા બાદ નજીકના વિસ્તારોના સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી હતી.જોકે, પ્રાપ્ત વિગતો મુજબ અતુલ ઠાકોર બપોરે 2.30 વાગ્યા ઇસ્કોન હાઇટ્સ પાસેથી પસાર થતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો. અતુલનો મોબાઇલ સ્વીચઓફ હોવાના કારણે તેના પરિવારજનો પણ ચિંતિત બન્યા હતા ત્યારે તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા રહસ્ય ઘેરાયું છે.

  આ પણ વાંચો : સુરત : જિંદગી તો ન મળી પરંતુ મોતનો મલાજો પણ ન જળવાયો, મહિલાઓના દાગીના પણ સલામત નથી!

  જોકે, અતુલના ફોનની સીડીઆર ડિટેલ્સ અને નજીકના સીસીટીવી ફૂટેજ પરથી ટૂંક સમયમાં જ તેની હત્યાનું રહસ્ય ઉકેલાઈ જાય તેવી શક્યતા છે ત્યારે તાલુકા પોલીસે કેસમાં અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Vadodara crime, Vadodara Murder, Vadodara news, Vadodara POLICE, વડોદરા, હત્યા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन