વડોદરા : માણેજા વિસ્તારમાં આવેલા જાંબુઆ બ્રિજ (Jambuva bridge) પરથી સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ મોતની 20 વર્ષના યુવાને (suicide) મોતની છલાંગ લગાવી હતી. આ યુવાનનો મૃતદેહ મંગળવારે ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. વિશ્વામિત્રીમાં નદીમાં (Vishwamitra River) મગરને પગલે રાત્રે કામગીરી મુશ્કેલ બની હતી. જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડના (Housing Board) મકાનમાં રહેતા 20 વર્ષીય રવિ દેવીપૂજકે જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતાં ટીમ દ્વારા રાત્રે તપાસ હાથ ધરાઈ હતી.
મૃતકે એક દિવસની રજા લીધી હતી
યુવાને જ્યાં મોતની છલાંગ મારી તે વિસ્તારની નદીમાં મગરો હોવાને કારણે સોમવારે રાતે શોધખોળ થઇ ન હતી. પરંતુ મંગળવારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પરિવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રવિ મકરપુરા બસ સ્ટેન્ડ પાસે લસ્સીની દુકાનમાં નોકરી કરતો હતો. તેણે શેઠ પાસેથી 500 રૂપિયા લઇને એક દિવસની રજા લીધી હતી. તે ફિલ્મ જોયા બાદ ચાલતો જઇ રહ્યો હતો. તે દરમિયાન તેનો ભાઇ સામે મળ્યો હતો. તેણે પૂછ્યું હતું કે, તે ક્યાં જઇ રહ્યો છે. ત્યારે તેણે જણાવ્યુ હતુ કે, તે મિત્રને ફોન આપીને ઘરે આવે છે.
જોકે, આ તેમની છેલ્લી મુલાકાત હતી. રવિએ આ અંતિમ પગલું કેમ ભર્યું તે હજી જાણવા મળ્યું નથી. યુવાનના આ પગલાને કારણે પરિવાર પમ આઘાતમાં છે. યુવાને મોતની છલાંગ લગાવી તે બાદ તેને જોતજોતામાં મગરો ખેંચી ગયા હતા તેવું પણ જાણવા મળ્યું છે.
થોડા દિવસ પહેલા વડોદરાના યશ અગ્રવાલે પણ આપઘાત કરી લીધો હતો. યશ મિકેનિકલ એન્જિનિયર હતો. તે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરતો હતો. બે જુલાઇના રોજ તે નોકરી પર હતો ત્યારે મારે ઓવરટાઈમ છે તેવું સિક્યુરિટીને કહીને કંપનીમાં રોકાયો હતો. જે બાદ તેણે આ પગલું ભરી લીધું હતુ. યુવકે માત્ર બે મિનિટમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. 27 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર