Home /News /madhya-gujarat /વડોદરામાં મહિલા પર ફાયરિંગ: પતિએ કહ્યુ- યાકુતપુરાના બની બેઠેલા નેતાઓના ઇશારે ફાયરિંગ થયું

વડોદરામાં મહિલા પર ફાયરિંગ: પતિએ કહ્યુ- યાકુતપુરાના બની બેઠેલા નેતાઓના ઇશારે ફાયરિંગ થયું

પીડિત મહિલા, તેનો પતિ.

વડોદરામાં મહિલા પર બે લોકોએ ફાયરિંગ કર્યું, મહિલાને છાતીના ભાગે ગોળી વાગતા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી.

વડોદરા: શહેરના યાકુતપુરા (Vadodara Yakutpura Firing) વિસ્તારમાં આજે ધોળા દિવસે એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે લોકોએ મહિલાના ઘરે જઈને તેના પર ફાયરિંગ કર્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે જમીનના વિવાદ (Land Dispute)માં આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગ કરનાર લોકોએ પીડિત અમીના શેખને કંકોત્રી (Invitation Card) આપવાના બહાને ઘર બહાર બોલાવ્યા હતા. જે બાદમાં તેમના પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ આસપાસના લોકોએ તાત્કાલિક મહિલાને એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે મહિલાને છાતીના ભાગે ગોળી વાગી છે. આ મામલે મહિલાના પતિએ યાકુતપુરાના અમુક બની બેઠેલા 'નેતા'ઓએ આ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

મહિલાના પતિએ શું કહ્યું?

"બનાવ વખતે હું ઘરે હાજર ન હતો. મને ફોન આવ્યો કે પત્નીને ગોળી વાગી છે. હું ફટાફટ દોડીને ઘરે ગયો ત્યાં સુધીમાં મહોલ્લાના છોકરાઓ તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા. ખાનગી હૉસ્પિટલે ન સ્વીકારતા તેને એસ.એસ.જીમાં લાવ્યા છીએ. મારા ઘરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા. મારા ઘરે સીસીટીવી કેમેરા લાગ્યા છે. તેમાં એ લોકો તપાસ કરી રહ્યા છે. મૂળ અમારી મિલકતોના વિવાદમાં આ ફાયરિંગ થયું છે. મોઈન, સગુપ્તા, સલીમ, અનવર, ખાલીદ, મણિયાર જેવા ઇસમો છેલ્લા છ મહિનાથી ધમકી આપતા હતા. તેમનું પીઠબળ યાકુતપુરામાં બની બેઠેલા નેતાઓ છે. એ કોઈ નેતા નથી પરંતુ બની બેઠેલા નેતાઓ છે. અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ. આ બની બેઠેલા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ફાયરિંગ કરાયું છે એવું મને લાગે છે. એ લોકો ક્રાઇમમાં વોન્ટેડ છે. છ મહિનાથી પોલીસ તેમને પકડતી નથી. હું ઇચ્છું છું કે તેની ધરપકડ થાય."

આ પણ વાંચો:


પોલીસનું શું કહેવું છે?

ઘટનાસ્થળે આવેલા ડીસીપી ઝોન-4 લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છીપવાડ વિસ્તારમાં મહિલા પર ફાયરિંગ કરાયું છે. અહીં બે લોકો કંકોત્રી આપવાના બહાને મહિલાના ઘરે આવ્યા હતા અને તેમને બહાર બોલાવ્યા હતા. બાદમાં તેમના પર ફાયરિંગ કર્યું હતું. મહિલાને છાતીના ભાગે ગોળી વાગી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલા પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મિલકત સંબંધે ઝઘડામાં આ ફાયરિંગ થયું છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી લેશે. ફાયરિંગ માટે બે વ્યક્તિ ટુ-વ્હીલર માટે આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને પુરુષ હોવાનું માલુમ પડ્યું હતું, પરંતુ સીસીટીવીની તપાસ બાદ જ વધારે કહી શકાશે.
First published:

Tags: Firing, Vadodara, ગુનો, પોલીસ, હોસ્પિટલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો