Home /News /madhya-gujarat /વડોદરાઃ સરકારી જમીન પર ઉભા કરાયેલા વિશાળ વ્હાઈટ હાઉસને તોડી પાડવાની કાર્યવાહી શરુ

વડોદરાઃ સરકારી જમીન પર ઉભા કરાયેલા વિશાળ વ્હાઈટ હાઉસને તોડી પાડવાની કાર્યવાહી શરુ

વડોદરામાં બનેલા વ્હાઈટ હાઉસનું ડિમોલેશન

Vadodara White House Demolition: વડોદરામાં મામલતદાર દક્ષિણ દ્વારા વિશાળ વ્હાઈટ હાઉસ સહિત અન્ય ગેરકાયદેસર બાંધકામ ઉભા કરવામાં આવ્યા છે તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્હાઈટ હાઉસને તોડી પાડવા માટે કોર્પોરેશનનો દબાણ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. વ્હાઈટ હાઉસની સાથે કાનન વિલા સાઈટના બાંધકામને પણ દૂર કરાશે.

વધુ જુઓ ...
વડોદરાઃ સરકારી જમીન પર બનેલા વ્હાઈટ હાઉસ બંગલાને તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે. મામલતદાર દક્ષિણ દ્વારા વ્હાઈટ હાઉસ સહિત અન્ય ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોને તોડી પાડવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણને દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ કોઈ પગલું ના ભરતા આખરે નોટિસ પિરિયડ પૂર્ણ થતા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વિશાળ વ્હાઈટ હાઉસ તોડી પડાશે


સો કરોડની સરકારી જમીન પર વિશાળ વ્હાઈટ હાઉસ સહિત અન્ય બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા હતા જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા બાંધકામને તોડી પાડવા માટે પહોંચી છે, આ સાથે પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આ વખતે ગુજરાતને મળશે નર્મદાનું 11.7 MAF પાણી

ગેરકાયદેસર રીતે કરાયું છે બાંધકામ


વ્હાઈટ હાઉસની સાથે કાનન વિલા સાઈટના બાંધકામને પણ તોડી પાડવા માટેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ બાંધકામ બોગસ NA હુકમના આધારે વ્હાઈટ હાઉસ બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ બંગલાની બાજુમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ડુપ્લાક્સ સ્કીમ બનાવીને દસ્તાવેજ કરી દેવામાં આવ્યા હતા.


શું કોર્પોરેશન ઊંઘી ગયું હતું?


કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચી ત્યારે અહીં વ્હાઈટ હાઉસ સહિત નિર્માણાધિન સાઈટને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન લોકોના ટોળા પણ કામગીરીના સ્થળ પર ઉતરી આવ્યા હતા. અહીં સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે યોગ્ય છે પરંતુ જ્યારે આ બાંધકામ વર્ષોથી થઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશન કે વિરોધપક્ષ દ્વારા શા માટે આ દિશામાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નહોતા? આ ડિમોલેશનના પડઘા આગામી સમયમાં ગાંધીનગરમાં પણ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
First published:

Tags: Gujarati news, Vadoara, Vadoara News, વડોદરા શહેર, વડોદરા સમાચાર