Home /News /madhya-gujarat /Vadodara Weather: ગ્રામ્ય વિસ્તારોમાં ભરશિયાળે કમોસમી વરસાદ, માવઠાના કારણે આ પાકને થઈ શકે છે ભારે નુકસાન

Vadodara Weather: ગ્રામ્ય વિસ્તારોમાં ભરશિયાળે કમોસમી વરસાદ, માવઠાના કારણે આ પાકને થઈ શકે છે ભારે નુકસાન

X
વહેલી

વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો...

વડોદરા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાનાં ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ પવનની ઝડપ 13 કિમીની રહી છે. તેમજ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે.

Nidhi Dave, Vadodara: વડોદરા શહેર-જિલ્લામાં ઠંડીમાં આંશિક વધઘટ નોંધાઈ રહી હતી ત્યારે આજરોજ વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે. વડોદરાવાસીઓ ઉત્તરાયણ પછી ઠંડીમાં રાહતનો અનુભવ કરી રહ્યા હતાં. ત્યારે છેલ્લા બે દિવસથી તાપમાનમાં ફરક નોંધાઇ રહ્યો છે. આજે સવાર વરસાદનો અનુભવ કર્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ

વડોદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારે વડોદરા ગ્રામ્યમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું પડ્યું. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન થવાની ભીતિ વર્તાય રહી છે.ગ્રામ વિસ્તારોમાં હાલ ખેડૂતોએ કરેલી ફૂલની ખેતી,અને મોટા પાયે થતી આંબાની બાગાયત ખેતીને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે.હાલ જીલ્લામાં ખેડૂતોએ કેળા, સરગવા, ગુલાબ, ચણા, જામફળ, તમાકુ અને કપાસની મોટા પાયે ખેતી કરી છે.

લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું

આજરોજ શનિવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડીગ્રી સુધી રહેવાની સંભાવના રહેલી છે. આજે સવારથી જ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને સવારથી વાદળછાયુ વાતાવરણ નોંધાયુ છે.

આજરોજ હવાની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેલી છે. અને ભેજનું પ્રમાણ 54 ટકા રહેલું છે. પરંતુ વાતાવરણમાં વારંવાર બદલાવના કારણે શહેરીજનો શરદી, ખાંસી, કફનો શિકાર બની રહ્યા છે.
First published:

Tags: Cold in Rain, Farmer in Gujarat, Local 18, Vadodara