ફક્ત વડોદરા જ નહીં, પરંતુ આખા ગુજરાતે કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.
Vadodara Weather Update: ચાર-પાંચ દિવસથી તો ધ્રુજાવી મુકે એવી ઠંડી વડોદરા શહેરમાં (Vadodara City) પડી હતી. જેમાં આજરોજ સામાન્ય ઘટાડો નોંધાયો છે. હવામાન ખાતાની (Forecast Department) આગાહી મુજબ ફક્ત વડોદરા જ નહીં, પરંતુ આખા ગુજરાતે (Gujarat) કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.
વડોદરા: છેલ્લા ચાર-પાંચ દિવસથી તો ધ્રુજાવી મુકે એવી ઠંડી વડોદરા શહેરમાં (Vadodara City) પડી હતી. જેમાં આજરોજ સામાન્ય ઘટાડો નોંધાયો છે. હવામાન ખાતાની (Forecast Department) આગાહી મુજબ ફક્ત વડોદરા જ નહીં, પરંતુ આખા ગુજરાતે (Gujarat) કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. અને લોકોએ તાપણાંના સહારે ઠંડીથી બચવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. એમાં ખાસ કરીને શિયાળાની મોસમમાં સતત ચોથી વખત કમોસમી વરસાદ (Unseasonal rain) પડતાં ઠંડીનું જોર વધ્યું હતું.
શહેર અને જિલ્લામાં માવઠા બાદ સતત ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીમાં વધારો નોંધાયો છે, જેની અસર જનજીવન પર પણ પડી રહી છે. હજી પણ કોલ્ડવેવની અસર રહેલી છે. ગઈકાલ વડોદરા શહેર લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સુધી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહ્યું હતું. જ્યારે આજરોજ ગુરુવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડીગ્રી સુધી નોંધ આવવાની શક્યતાઓ રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 34 ટકા નોંધાશે તથા 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ નોંધાશે. પવનના કારણે ઠંડીનો અહેસાસ થતો હોય છે.
આવતીકાલ શુક્રવારના રોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 27 ડીગ્રી સુધી રહેવાની સંભાવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 33 ટકા અને હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જેથી આવતીકાલે ઠંડીનું જોર ઘટી શકે એવી સંભાવના રહેલી છે.
છેલ્લા ઘણા સમયમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજૂ ફરી ઉઠ્યું હતું. ખેડૂતો દ્વારા તુવેર, ધઉં અને ચણાનો પાક વાવતા તેને નુકશાન થવાની ભિતી ખેડૂતોએ વ્યકત કરી હતી. ફરીથી બર્ફિલા પવન સાથે માવઠું વરસતા હાડ થીજવતી ઠંડી અનુભવવા મળી હતી. વારંવાર કમોસમી માવઠાંના કારણે બિમારીઓમાં પણ વધારો જોવા મળ્યો હતો. પરંતુ જો હવે ફરી એક વખત માવઠું આવશે તો, સદંતર તમામ પાકો બગડી જશે અને બીમારીઓમાં પણ વધારો નોંધાશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર