ગુરૂવારના રોજ પણ ગરમીનો પારો 36 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના
પશ્વિમના પવનો (West Wind Blow) ફૂંકાતા જ ગરમીનું પ્રમાણ 36 ડિગ્રીને પાર થશે. માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ ગરમીનો પારો 35 ડિગ્રીને પાર થતા લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
વડોદરા: શહેરમાં હાલ દક્ષિણ દિશાથી (South Side) પવનો (Wind) ફુંકાઈ રહ્યાં છે. જેના કારણે ગરમીનું પ્રમાણ 34 થી 36 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. જ્યારે પશ્વિમના પવનો (West Wind Blow) ફૂંકાતા જ ગરમીનું પ્રમાણ 36 ડિગ્રીને પાર થશે. માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ ગરમીનો પારો 35 ડિગ્રીને પાર થતા લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાતે પણ લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં આજરોજ ગુરૂવારના રોજ પણ ગરમીનો પારો 36 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના છે.
વડોદરા શહેરમાં ગઈકાલ બુધવારે ગરમીનો પારો 35.6 નોંધાયો હતો. દિવસ દરમિયાન પુષ્કળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. માર્ચ મહિનામાં હવામાન વિભાગે હિટવેવની આગાહી પણ આપી છે. જેથી માર્ચ મહિનામાં જ લોકોને ભારે ગરમીનો અનુભવ કરવો પડે તેવી સંભાવના છે. સતત વધતા તાપમાન વચ્ચે દિવસે તાપમાનનો પારો 36 ડિગ્રીથી પણ વધી ગયો છે. આગાહી મુજબ વધતા તાપમાન વચ્ચે નગરજનોને આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.માર્ચના પ્રથમ સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, જે હાલમાં શહેરીજનો અનુભવી રહ્યા છે. ધીરે ધીરે હવે ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. શહેરીજનોને કડકડતી ઠંડી માંથી હવે રાહત મળી છે. પરંતુ હવે એવી જ કડક ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
જ્યારે શહેરમાં આજરોજ ગુરુવારે ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. તથા લઘુતમ તાપમાન 22 ડિગ્રી જેવું રહેશે. તથા ભેજનું પ્રમાણ 25 ટકા અને હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાશે. આવતીકાલ શુક્રવારે વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 31 ટકા જેટલું રહી શકે છે તથા હવાની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર