Vadodara Weather: શહેરમાં ગરમી યથાવત, તાપમાન 42 ડિગ્રી પર સ્થિર
Vadodara Weather: શહેરમાં ગરમી યથાવત, તાપમાન 42 ડિગ્રી પર સ્થિર
આગામી દિવસમાં ગરમી વધી શકે છે તેવા અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવામાં આવી રહ્યા છે.
શહેરમાં રવિવારે પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને આગામી દિવસમાં ગરમી વધી શકે છે તેવા અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવામાં આવી રહ્યા છે. શહેરમાં આજરોજ સોમવારે ગરમી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને પશ્ચિમ વિસ્તારમાં ગરમ હવા ફુકાઈ શકે છે.
વડોદરા: શહેર જાણે ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું હોય એવો અનુભવ ગઇકાલથી થઇ રહ્યો છે. રાજ્યમાં હિટવેવનું (Heat wave) જોર એકાએક વધી રહ્યું છે. આગામી 48 કલાક યલો એલર્ટ (Yellow Alert) અપાયો છે. ચૈત્ર મહિનાના પ્રારંભ થતાની પહેલાથી જ ગરમી પોતાનું જોર બતાવી રહી છે. ઉનાળાની (Summer) શરૂઆત થતા જ રાજ્યભરમાં ગરમીનો પારો ઉત્તરોત્તર ઊંચે જઈ રહ્યો છે. એપ્રિલ અને મે માસની બળબળતી ગરમીનો પ્રકોપ આ વર્ષે માર્ચના છેલ્લા પખવાડિયાથી શરૂ થતાં લોકો ગરમીમાં ૨ીતસ૨ સેકાઈ રહ્યા છે.
શહેરમાં રવિવારે પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને આગામી દિવસમાં ગરમી વધી શકે છે તેવા અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવામાં આવી રહ્યા છે. શહેરમાં આજરોજ સોમવારે ગરમી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને પશ્ચિમ વિસ્તારમાં ગરમ હવા ફુકાઈ શકે છે. તથા લઘુતમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી હાલમાં નોંધાયું છે. તથા ભેજનું પ્રમાણ 21 ટકા અને હવાની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની છે. શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તેમજ લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે. અસહ્ય ગરમી વચ્ચે સવારે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો.
આવતીકાલ વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 29 ટકા તથા હવાની ગતિ 11કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆત સાથે જ આ વર્ષે સતત હીટવેવથી વડોદરાવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. બપોરે કડકડતા તાપમાં લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે શહેરોમાં બપોરે સૂનકાર વ્યાપી જાય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર