Home /News /madhya-gujarat /

Vadodara Weather: હજી તો ગરમીની શરૂઆત થતાની સાથે જ શહેરીજનો ત્રાહિમાન

Vadodara Weather: હજી તો ગરમીની શરૂઆત થતાની સાથે જ શહેરીજનો ત્રાહિમાન

માર્ચના બીજા અઠવાડિયા સુધીમાં ગરમીનો પારો 38 ડિગ્રી સુધી જવાની સંભાવના છે

માર્ચ શરૂ થતાં જ ગરમ પવનોની અસરથી ભેજનું પ્રમાણ ઘટ્યું છે. તેમજ પારો 36 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. જ્યારે ઠંડીનો પારો 18 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. માર્ચના બીજા અઠવાડિયા સુધીમાં ગરમીનો પારો 38 ડિગ્રી સુધી જવાની સંભાવના છે.

    વડોદરા: માર્ચ શરૂ થતાં જ ગરમ પવનોની (Hot Wind) અસરથી ભેજનું (Humidity) પ્રમાણ ઘટ્યું છે. તેમજ પારો 36 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. જ્યારે ઠંડીનો પારો 18 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. માર્ચના બીજા અઠવાડિયા સુધીમાં ગરમીનો પારો (Temperature) 38 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. જ્યારે વડોદરા શહેરમાં (Vadodara City) ગઈકાલ ગુરુવારે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર - પશ્ચિમની (North-West) દિશાથી 10 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

    માર્ચ મહિનામાં હવામાન વિભાગે હિટવેવની આગાહી પણ આપી છે. જેથી માર્ચ મહિનામાં જ લોકોને ભારે ગરમીનો અનુભવ કરવો પડે તેવી સંભાવના છે. સતત વધતા તાપમાન વચ્ચે દિવસે તાપમાનનો પારો 36 ડિગ્રીથી પણ વધી ગયો છે. આગાહી મુજબ વધતા તાપમાન વચ્ચે નગરજનોને આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.

    આ પણ વાંચો: રસપ્રદ સ્ટોરી : રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા પહેલા Kapil Dev આ હિરોઈન સાથે રિલેશનશિપમાં હતા

    માર્ચના પ્રથમ સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, જે હાલમાં શહેરીજનો અનુભવી રહ્યા છે. ધીરે ધીરે હવે ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. શહેરીજનોને કડકડતી ઠંડી માંથી હવે રાહત મળી છે. પરંતુ હવે એવી જ કડક ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

    આ પણ વાંચો: રસપ્રદ સ્ટોરી : રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા પહેલા Kapil Dev આ હિરોઈન સાથે રિલેશનશિપમાં હતા

    જ્યારે શહેરમાં આજરોજ શુક્રવારે ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. તથા લઘુતમ તાપમાન 20 ડિગ્રી જેવું રહેશે. તથા ભેજનું પ્રમાણ 31 ટકા અને હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાશે. આવતીકાલ શનિવારે વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 26 ટકા જેટલું રહી શકે છે તથા હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन