Home /News /madhya-gujarat /

Vadodara Weather: લો બોલો !! વાતાવરણમાં ફરી એક પલટો, વધતી ગરમીમાં ઠંડા પવનો ફૂંકાયા

Vadodara Weather: લો બોલો !! વાતાવરણમાં ફરી એક પલટો, વધતી ગરમીમાં ઠંડા પવનો ફૂંકાયા

માવઠાની આગાહી વચ્ચે ઠંડા પવનોએ ગરમીની ગતિને બ્રેક મારી...

ઉનાળાના આગમન પહેલાં ફરી એક વખત હવામાનમાં નજીવો ફેરફાર આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વચ્ચે ઠંડા પવનોએ વધતી ગરમી ઉપર બ્રેક લગાવી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

    વડોદરા: ઉનાળાના (Summer) આગમન પહેલાં ફરી એક વખત હવામાનમાં (Weather) નજીવો ફેરફાર આવ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા માવઠાની આગાહી વચ્ચે ઠંડા પવનોએ વધતી ગરમી ઉપર બ્રેક લગાવી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે વડોદરા શહેર અને જિલ્લાના હવામાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. શહેર - જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માવઠાની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સતત ફૂંકાયેલા ઠંડા પવનોએ ગરમીની ગતિને બ્રેક લગાવી હોય તેમ ગરમીમાંથી આંશિક રાહત સાંપડી છે.

    ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનોને કારણે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. ઠંડા પવનોને કારણે તાપમાનમાં પણ નજીવો ઘટાડો થયો છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લામાં 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે. જેની અસરને પગલે વડોદરામાં ગરમીનો અનુભવ ઓછો થાય તેવી સંભાવના છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં શનિ-રવિ કમોસમી વરસાદની આગાહી, 5થી 12 માર્ચ દરમિયાન પડી શકે છે માવઠું

    શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 32.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઈસ્ટ - નોર્થ - ઈસ્ટની દિશાથી 18 કિમીના પવનો ફૂંકાયા હતા. આજરોજ શનિવારે શહેરનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી જેવું રહેશે. જેમાં ભેજનું પ્રમાણ 26 ટકા અને હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

    આ પણ વાંચો: Helmet Drive: આવતીકાલથી હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારાઓની ખેર નથી, રાજ્યભરમાં ચાલશે ડ્રાઇવ

    આવતીકાલ રવિવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 27 ટકા અને હવાની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. પરંતુ કશું કહી શકાય નહીં, માવઠાના કારણે વાતાવરણમાં બદલાવ આવી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन