Home /News /madhya-gujarat /

Vadodara Weather: શહેરમાં ચામડી દઝાડે તેવી ગરમી, હજી પણ તાપમાન વધે તેવી હવામાન વિભાગની આગાહી

Vadodara Weather: શહેરમાં ચામડી દઝાડે તેવી ગરમી, હજી પણ તાપમાન વધે તેવી હવામાન વિભાગની આગાહી

શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી,નારિયેળ,લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે

ગુજરાત રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયના હવામાનમાં આજથી આગામી 3 દિવસો સુધી હિટવેવની અસર રહેશે. આજે રાજ્યના હવામાનમાં ગઈ કાલના પ્રમાણમાં 1 થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. 

    વડોદરા: ગુજરાત રાજ્ય (Gujarat State) હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર રાજયના હવામાનમાં આજથી આગામી 3 દિવસો સુધી હિટવેવની (Heat Wave) અસર રહેશે. આજે રાજ્યના હવામાનમાં ગઈ કાલના પ્રમાણમાં 1 થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. શહેરમાં આજથી ગરમીનું પ્રમાણ તો વધ્યું જ છે. સાથે સાથે અમુક જીલ્લાઓમાં હિટવેવની અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.

    શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તેમજ લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે. વડોદરા શહેરમાં પશ્ચિમના ગરમ પવનો ફુંકાવાનું ચાલુ રહેતા શુક્રવારના રોજ ગરમીનો પારો 40.4 ડિગ્રી નોંધાયો હતો. તથા વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. સવારે ઠંડીનો માહોલ જામેલો હોય અને 10 વાગ્યા બાદ ધગધગતી ગરમી શરૂ થઈ જાય છે. સૂરજ દેવતા એમનો પ્રકોપ બતાવી રહ્યા છે. શહેરીજનો હવે કામ વગર બહાર જવાનું પણ ટાળી રહ્યા છે.

    આ પણ વાંચો: આજે કેજરીવાલ-માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, રેટિયા વિશે કરી વાત

    આ પણ વાંચો: અમદાવાદમાં રોડ-રસ્તાઓ પર લાગેલા અરવિંદ કેજરીવાલના બેનરો હટાવાતા AAP કાર્યકરોમાં રોષ

    આજરોજ શનિવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 23 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયેલ છે. જેમાં ભેજનું પ્રમાણ 19 ટકા તથા હવાની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાયેલ છે. આવતીકાલ રવિવારે શહેરમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 44 ટકા તથા હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર