Home /News /madhya-gujarat /

Vadodara Weather: વડોદરાનું તાપમાન 11 ડિગ્રી પર યથાવત, કોલ્ડવેવના કારણે ઠંડી અનુભવાઈ...

Vadodara Weather: વડોદરાનું તાપમાન 11 ડિગ્રી પર યથાવત, કોલ્ડવેવના કારણે ઠંડી અનુભવાઈ...

આવતીકાલથી શહેર અને જિલ્લામાં કાતિલ ઠંડીમાં રાહતના અણસાર....

શહેર - જિલ્લામાં કોલ્ડવેવને કારણે ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. લઘુતમ તાપમાનનો પારો થોડો ઉપર જરૂર આવ્યો છે, પરંતુ દિવસભર ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં હાલ તો રાહત જણાઇ નથી. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ ઠંડીમાં થોડી ઘણી રાહત મળી શકે છે.

વધુ જુઓ ...
    વડોદરા: શહેર - જિલ્લામાં કોલ્ડવેવને (Cold wave) કારણે ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. લઘુતમ તાપમાનનો પારો થોડો ઉપર જરૂર આવ્યો છે, પરંતુ દિવસભર ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં હાલ તો રાહત જણાઇ નથી. જો કે હવામાન વિભાગની (Forecast Department) આગાહી મુજબ આગામી 24 કલાક બાદ ઠંડીમાં થોડી ઘણી રાહત મળી શકે છે. રાજ્યના 10 શહેરોની સરખામણીમાં વડોદરા (Vadodara) શહેર જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો 11 ડિગ્રીની આસપાસ રહેતા ઠંડી થોડી ઘણી ઘટી હતી.

    છેલ્લા ઘણા દિવસથી સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર અને જિલ્લામાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સર્જાયેલ અસરને પગલે ઠંડીનો વધુ એક રાઉન્ડ કાતીલ બન્યો છે. શહેર અને જિલ્લામાં ઠંડા વ્યરાઓ ચાલુ રહેતા કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જે આગામી બે ચાર દિવસ સુધી યથાવત્ રહે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં આજે પડશે કડકડતી ઠંડી, આવતીકાલથી નોંધાશે તાપમાનમાં વધારો

    કોલ્ડવેવને કારણે નગરજનોને હાલતો ઠંડીમાં રાહત નહીં મળે, જો કે લઘુતમ તાપમાનનો પારો આગામી 24 કલાકમાં વધુ ઉ૫૨ આવે તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે. ત્યારે આગામી એક - બે દિવસમાં ઠંડીમાં આંશિક રાહતની શક્યતાને પણ નકારી શકાતી નથી. ગઇકાલ ગુરૂવારના રોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાનનો પારો 11 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જેને કારણે ઠંડીમાં નજીવો ઘટાડો જણાયો હતો. માવઠા બાદ હવે તાપમાનમાં ધીમે ધીમે વધારોથી ઠંડીમાં થોડી ઘણી રાહત ચોક્કસ થઈ શકે છે.

    આ પણ વાંચો: ધંધુકા firing with murder કેસમાં મોટો ખુલાસો, બે મૌલવીની સંડોવણી આવી સામે

    આજરોજ શુક્રવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 28 ટકા રહેશે અને હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તદુપરાંત શનિવારના રોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી નોંધાવાની સંભાવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 38% રહેશે. તથા 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલ શનિવારે હવાની ગતિ ઓછી હોવાથી ઠંડીનો અનુભવમાં રાહત મળશે તેવી સંભાવના રહેલી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર