Home /News /madhya-gujarat /

Vadodara Weather: શહેરમાં સવારે ગુલાબી ઠંડી બાદ બપોરે ધગધગતો તડકો, ઉનાળામાં ધુમ્મસ જેવું વાતાવરણ

Vadodara Weather: શહેરમાં સવારે ગુલાબી ઠંડી બાદ બપોરે ધગધગતો તડકો, ઉનાળામાં ધુમ્મસ જેવું વાતાવરણ

ઝાંકળવર્ષાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી...

આવતીકાલે પણ ઝાંકળવર્ષાની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે વડોદરામાં છેલ્લા ત્રણેક દિવસથી ગરમીનો મિજાજ વધી રહ્યો છે.

    વડોદરા: શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ (Fog) છવાયું હતું. સવારે મોડે સુધી ઝાંકળવર્ષા ચાલુ રહ્યાના કારણે વાતાવરણ આહલાદક બની ગયું હતુ. ભેજનું પ્રમાણ વધતા વડોદરામાં લઘુતમ તાપમાનનો પારો 18 ડિગ્રીએ પહોચી ગયો હતો. આવતીકાલે પણ ઝાંકળવર્ષાની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે વડોદરામાં છેલ્લા ત્રણેક દિવસથી ગરમીનો મિજાજ વધી રહ્યો છે. વધતા જતા ગરમીના પારાના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

    અસહ્ય ગરમી વચ્ચે સવારે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળ્યું હતું. જોકે વાદળ ખુલતાની સાથે જ કાળઝાળ ગરમીમા લોકો શેકાયા. ધગધગતી ગરમી અને લૂ જેવી સર્જાયેલ સ્થિતિના કારણે કામસર બપોરે બહાર નીકળનાર લોકોને આકરાં તાપનો સામનો કરવા ટોપી, ચશ્માં સહિતના બચાવ સાધનોથી સજજ થવું પડી રહ્યું છે. માર્ગો પર જૂજ અવરજવર સાથે મોડી સાંજ બાદ ઠંડક માણવા ખાણીપીણી સહિતના સ્થળોએ ભીડભાડ જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: રાજકોટ : બોર્ડની પરીક્ષા આપી રહેલી દીકરીએ પેટ્રોલ છાંટીં કર્યું અગ્નિસ્નાન

    ઉનાળામાં ધુમ્મસ કેમ ? સુર્યના કિરણો ધરતી સુધી પહોચતા જ ધુમ્મસ દુર થયું હતું. ધુમ્મસ ફેલાવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમાં દિવસ દરમિયાન સુર્યમાંથી આવતી ગરમી પૃથ્વી શોષે છે. આ ગરમી રાત્રિ દરમિયાન પૃથ્વી પરથી પાછી આકાશમાં ફેંકાય છે. રાત્રિ દરમિયાન જમીન અને તેની આસપાસની હવા પણ ઠંડી પડે છે. આ પ્રક્રિયાને રેડીએટીવ કૂલિંગ પણ કહેવાય છે. જેના પગલે પણ સવારે ધુમ્મસ નજરે પડતું હોય છે.

    આ પણ વાંચો: ગુજરાતભરના પ્રાથમિક શિક્ષકોને મોટી ભેટ, બદલી સહિતના નિયમો તૈયાર

    આજરોજ શુક્રવારે શહેરનું લઘુતમ તાપમાન 23 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયેલ છે. જેમાં દિવસ દરમીયામ ભેજનું પ્રમાણ 23 ટકા તથા હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની રહેલી છે. આવતીકાલ શનિવારે શહેરનું લઘુતમ તાપમાન 23 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 38 ડિગ્રી તથા હવાની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની નોંધવાની સંભાવના રહેલી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર