Home /News /madhya-gujarat /Vadodara Weather: દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક રાહત, રાત્રિનાં સમયે ઠુંઠવાય છે લોકો
Vadodara Weather: દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક રાહત, રાત્રિનાં સમયે ઠુંઠવાય છે લોકો
રાત્રીના સમયે કોલ્ડ વેવનો કહેર યથાવત...
તાપમાનનો પારો ધીમે ધીમે ઉપર આવતા ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. જોકે રાત્રિના સમયે કોલ્ડ વેવનો કહેર યથાવત રહેવા પામ્યો હતો. શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું.
વડોદરા: તાપમાનનો પારો ધીમે ધીમે ઉપર આવતા ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. જોકે રાત્રિના સમયે કોલ્ડ વેવનો (Cold wave) કહેર યથાવત રહેવા પામ્યો હતો. શહેરમાં રવિવારે (Sunday) મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે દિવસ દરમિયાન ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આમ તો મકરસંક્રાંતિ બાદ ઘટી જતી હોય છે. પરંતુ હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાઈ શકે છે
જ્યારે ગઈકાલ રવિવારે વડોદરામાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી ઠંડી નોંધાયું હતું. સામાન્ય રીતે મકરસંક્રાંતિના તહેવાર બાદ ધીરે ધીરે ઠંડી ગાયબ થઇ જાય છે. પરંતુ આ વર્ષે ઠંડી ગાયબ થવાના બદલે રેકોર્ડબ્રેક નોંધાઇ રહી છે. જેની પાછળ કોલ્ડ વેવની અસ૨ જવાબદાર હોવાનું પણ મનાય છે. કુલને કારણે જ ઠંડી હજુ પણ ઘટતી નથી. જોકે હવે તાપમાન ધીમે ધીમે ઉછાળો આવી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં કમશઃ ઠંડી ઘટતી જશે તેમ મનાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી ઠંડીમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. જ્યારે છેલ્લા બે દિવસથી બપોરે ગરમી અને રાત્રે ઠંડીના કારણે રોગચાળાએ માઝા મૂકી છે. એના કારણે ઠેર શર્દી, ખાંસીના દર્દીઓ જોવા મળી રહ્યા છે. ખાનગી દવાખાનાઓમાં ભીડ જોવા મળી રહી છે. જેમાં આજ રોજ સોમવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી વધવાની સંભાવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 41% અને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. તદુપરાંત વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન રહેશે.
જેમાં આવતીકાલ મંગળવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડીગ્રી સુધી નોંધાવાની સંભાવના રહેલી છે. તથા આખો દિવસ વાતાવરણ ખુલ્લું રહેશે તેવી પણ સંભાવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 53 ટકા અને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ નોંધાશે. આજ કરતા આવતી કાલે ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે.