Home /News /madhya-gujarat /

Vadodara Weather: ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો, શહેરમાં પારો 13થી16 ડિગ્રી વચ્ચે નોંધાશે

Vadodara Weather: ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો, શહેરમાં પારો 13થી16 ડિગ્રી વચ્ચે નોંધાશે

વાતાવરણમાં પલટાની વડોદરામાં વધુ અસ૨ જોવા નહીં મળે. 

શહેર-જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. જેમાં ગઈકાલે સોમવારના રોજ ઉત્તર પૂર્વ દિશાથી પવન ફૂંકાયા હતાં. પવનના કારણે ઠંડીનો અનુભવ થતો હોય છે. ગઈ કાલ સોમવારે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી જ નોંધાયો હતો.

    વડોદરા: શહેર-જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં (Cold) આંશિક ઘટાડો (Partial Reduction) નોંધાયો છે. જેમાં ગઈકાલે સોમવારના રોજ ઉત્તર પૂર્વ દિશાથી (North East Side) પવન ફૂંકાયા હતાં. પવનના કારણે ઠંડીનો અનુભવ થતો હોય છે. ગઈ કાલ સોમવારે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી જ નોંધાયો હતો.

    હવામાન વિભાગની આગાહી મુજબ ચારથી પાંચ દિવસ સુધી પારો 13 થી 16 ડિગ્રી વચ્ચે રહી શકે છે. જ્યારે પવનોની દિશા પશ્ચિમ તેમજ ઉત્તર - પૂર્વ આમ બદલાતી રહે તેવી પણ સંભાવના રહેલી છે. શહેરમાં સોમવારના રોજ મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઉત્તર - પૂર્વની દિશાથી 6 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.

    આ પણ વાંચો: વડોદરા: લગ્નની ખુશીમાં માતમ છવાયો, પુત્રના લગ્નમાં જ પોલીસ પિતાનું થયું મોત

    આજરોજ મંગળવારે વડોદરા શહેર-જિલ્લાનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી નોંધાશે. આખો દિવસ વાતાવરણ ચોખ્ખું રહેશે. જેમાં ભેજનું પ્રમાણ 44 ટકા અને હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેશે. ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગ્યું છે. જ્યારે આવતીકાલે બુધવારે વડોદરા શહેર જિલ્લાનું તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી નોંધવાની સંભાવના રહેકી છે. જેમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58 ટકા અને હવાની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધવાની સંભાવન રહેલી છે. વાતાવરણમાં હવાની ગતિને કારણે અમુક અંશે ઠંડી અનુભવી શકાય તેવી શક્યતાઓ રહેલી છે.

    આ પણ વાંચો: માત્ર કિશન ભરવાડ જ નહીં મૌલાના કમરગનીના ટાર્ગેટ પર હતા અન્ય 1500 લોકો

    શહેરીજનોને ઠંડક માંથી રાહત મળી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આવનાર દિવસમાં ફરી વતાવરણમાં પલટાની સંભાવનાઓ છે. જેને પગલે લઘુતમ તાપમાનનો પારો પાછો બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. એટલે આગામી દિવસમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. વાતાવરણમાં પલટાની વડોદરામાં વધુ અસ૨ જોવા નહીં મળે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन