વડોદરા: છેલ્લા ઘણા સમયથી શહેરમાં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) સર્જાયું હતું. પરંતુ આજરોજ એકાએક વાતાવરણમાં (Climate Change) ફરી પલટો આવ્યો. વહેલી સવારથી જ શહેરીજનો ગરમીનો અનુભવ કર્યો હતો. વડોદરા શહેરમાં 4-5 દિવસથી તેજ ગતિથી ફૂંકાયેલા પવનોની સાથે વાતાવરણમાં આવેલા પલ્ટાના પગલે ગરમીમાં ઘટાડો નોંધાયો હતો.
પવનની ગતિ 4 કિમી ઘટીને 14 કિમીની થઈ જવાના કારણે કેટલાક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી.
સોમવારે શહેરના માથે વાદળો ઘેરાયા હતા જેના કારણે ગરમીનો પારો 38 ડિગ્રી નોંધાયો હતો. એ પછી ગઈકાલે બીજા દિવસે પણ શહેરમાં વાદળછાયો માહોલ રહ્યો હતો. જોકે ગઈકાલ મંગળવારે પવનની ગતિ ઘટતાં શહેરીજનોએ ગરમીનો અનુભવ કર્યો હતો. મંગળવારે મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ 4 કિમી ઘટીને 14 કિમીની નોંધાઇ હતી. જેના કારણે કેટલાક ઠેકાણે ધૂળની ડમરીઓ ઉડી હતી.
આજરોજ બુધવારે શહેરમાં લઘુતમ તાપમાન 29 ડિગ્રી તથા મહતમ તાપમાન 39 રહેલ છે. જેમાં ભેજનું પ્રમાણ 37 ટકા તથા હવાની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાયેલ છે. તથા આવતીકાલ ગુરુવારે શહેરમાં વતાવરણ યથાવત જ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર થયા નથી. આગામી દિવસોમાં આ જ પ્રકારે વાતાવરણ નોંધાશે. હજી આવનારા દિવસોમાં ગરમીનો પારો ઉપર જઇ શકે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર