Vadodara Weather: માર્ચમાં જ પારો 40 ડિગ્રી પહોંચે તેવા અણસાર, તાપમાનનો પારો વધશે
Vadodara Weather: માર્ચમાં જ પારો 40 ડિગ્રી પહોંચે તેવા અણસાર, તાપમાનનો પારો વધશે
ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ...
શહેરમાં રવિવારે તાપમાનનો પારો 38.4 ડિગ્રી પહોંચી ગયો હતો. શનિવારે નોંધાયેલા 36.8 ડિગ્રીના પારામાં 1.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જ્યારે લઘુતમ તાપમાનના પારામાં પણ 2.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. લઘુતમ તાપમાન 19 ડિગ્રી પહોંચી જતાં રાત્રીના સમયે પણ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.
વડોદરા: શહેરમાં રવિવારે તાપમાનનો પારો (Temperature) 38.4 ડિગ્રી પહોંચી ગયો હતો. શનિવારે નોંધાયેલા 36.8 ડિગ્રીના પારામાં 1.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જ્યારે લઘુતમ તાપમાનના પારામાં પણ 2.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. લઘુતમ તાપમાન 19 ડિગ્રી પહોંચી જતાં રાત્રીના સમયે પણ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ગરમીના પારામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. માર્ચ મહિનામાં (March Month) ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
રાજસ્થાનના મેદાની વિસ્તારોમાં ફૂંકાતાં ગરમ પવનોના કારણે ગરમીમાં વધારો થયો છે. રવિવારે હવામાં ભેજનું પ્રમાણ 55 ટકા અને સાંજે 19 ટકા નોંધાયું હતું. હવાનું દબાણ 1009.7 મીલીબાર્સ નોંધાયું હતું. પવનની ગતિ 8 કિમીની ઝડપે નોંધાઈ હતી. ગરમ પવનો ફૂંકાવાના પગલે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. આકરા તાપ સાથે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. સામાન્ય રીતે હોળી સમયે ઠંડીને એક લહેર આવતી જોવા મળે છે પરંતુ આ વખતે હોળી પહેલાં જ ઉનાળો રાજ્યમાં આકરો બનતો જોવા મળી રહ્યો છે.
શહેરમાં આજરોજ સોમવારે ગરમીનો પારો 38 થી 39 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રી નોંધશે. જેમાં ભેજનું પ્રમાણ 18 ટકા અને હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. જેમાં આવતીકાલ મંગળવારે શહેરમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 39 ડિગ્રી જેવું નોંધાઈ શકે છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 25 ટકા અને હવાની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે. શહેરીજનોને ખૂબ ન આકરા તાપનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. કારણે કે, આ વર્ષે રહી ના શકાય એવી ગરમી પડશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર