Home /News /madhya-gujarat /

Vadodara Weather: વડોદરામાં વહેલી સવારે ધુમ્મસભર્યા વારતાવરણથી હિલસ્ટેશન જેવો માહોલ

Vadodara Weather: વડોદરામાં વહેલી સવારે ધુમ્મસભર્યા વારતાવરણથી હિલસ્ટેશન જેવો માહોલ

હાઈવે પર ઝીરો વિઝિબિલિટી થતાં વાહનચાલકો અટવાયા...

શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો ઓછો થયો છે. પરંતુ વહેલી સવારે શહેરમાં ઝાકળ સાથે ધુમ્મસ છવાઇ રહ્યું છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. સવારે હાઇવે પરથી પસાર થતા હજારો વાહનચાલકો ધુમ્મસને કારણે અટવાઇ ગયા હતા.

વધુ જુઓ ...
    વડોદરા: શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો ઓછો થયો છે. પરંતુ વહેલી સવારે (Early Morning) શહેરમાં ઝાકળ સાથે ધુમ્મસ (Fog) છવાઇ રહ્યું છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી (Visibility) પણ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. સવારે હાઇવે પરથી પસાર થતા હજારો વાહનચાલકો ધુમ્મસને કારણે અટવાઇ ગયા હતા. બીજી તરફ ધુમ્મસને પગલે હિલ સ્ટેશન (Hill Station) જેવો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પણ ધુમ્મસની ચાદર પાથરતા તમામ સાઈનબોર્ડ અને ટોલનાકા પર લાઉડ સ્પીકર દ્વારા વાહન ચાલકોને સુરક્ષિત અને સલામત વાહન ચલાવવાની જાણકારી અપાઈ હતી.

    દસ થી પંદર ફૂટ સુધી રસ્તો ન દેખાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પરંતુ વડોદરા શહેરને અડીને હાઈવે પર સદભાગ્યે અકસ્માતની કોઇ ઘટના બની ન હતી. વડોદરા શહેર અને જિલ્લામાં ઠંડી વધવાની શક્યતા ઓછી છે. જોકે લઘુતમ તાપમાનનો પારો ગગડી શકે છે. જેને લઇ રાત્રિના સમયે ઠંડીનું જોર પણ વધે તેમ મનાય છે.

    આ પણ વાંચો: Jamnagar Weathers: હવામાં ભેજનું પ્રમાણ 96 ટકા રહેશે, પવનની ગતિ અને ઠંડી કેટલી હશે, જાણો જામનગરનું હવામાન

    ગઈકાલે બુધવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ડિગ્રી 15 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. આવનાર ચાર પાંચ દિવસ તાપમાનનો પારો ગગડી 12 થી 13 ડિગ્રીએ પહોંચે તેવું પણ અનુમાન છે. ત્યારે આગામી ત્રણ - ચાર દિવસ ફરી ઠંડીમાં વધારો થઈ શકે છે. વાતાવરણમાં સતત પલટો આવ્યા કરે છે. ઠંડી-ગરમ ના મિશ્રણને કારણે લોકો શરદી ખાંસી તાવ નો ભોગ બની રહ્યા છે.

    આ પણ વાંચો: સુરતમાં નવી રાહ: વ્હાલસોયી માતાને દીકરીઓએ આપી કાંધ

    આજરોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી નોંધાશે. જેમાં ભેજનું પ્રમાણ 47 ટકા અને હવાની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હવાનું જોર વધુ હોવાથી આજે આખો દિવસ શહેરીજનોને ઠંડકનો અહેસાસ થશે. જો કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે ચારે તરફ ઠંડકનો માહોલ સર્જાઈ ગયો છે. આવતીકાલ શુક્રવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. જેમાં હવાની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અને હવામાં ભેજનું પ્રમાણ 39 ટકા જેટલું નોંધવાની સંભાવના રહેલી છે. આમ જોવા જઈએ તો આગામી બે દિવસ સુધી શહેરીજનોને ઠંડીનો અનુભવ થશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन