શનિવારે 42.4 ડિગ્રી સાથે પાટણમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ગાંધીનગર, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, ભાવનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. જ્યારે સુરતમાં 33.8 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
શહેર સહિત આખા રાજ્યમાં વીતેલા બે દિવસમાં માવઠાની અસર પુરી થતા જ તાપમાનમાં અચાનક બદલાવ નોંધાયો છે. ગરમનો પારો ઉચકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ગરમીનો પારો 2.8 ડિગ્રી વધીને 41 ડિગ્રીને પાર થઈ ગયો છે.
વડોદરા: શહેર સહિત આખા રાજ્યમાં વીતેલા બે દિવસમાં માવઠાની અસર પુરી થતા જ તાપમાનમાં અચાનક બદલાવ નોંધાયો છે. ગરમીનો પારો ઉચકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર (Western Disturbance Effect) ઓછી થતાં ગરમીનો પારો 2.8 ડિગ્રી વધીને 41 ડિગ્રીને પાર થઈ ગયો છે. વિતેલા બે દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો (Climate change) આવ્યો હતો. આકાશમાં વાદળો છવાયા (Cloudy weather) હતા અને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જેને પગલે ઉનાળાની ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.
અસહ્ય બફારા અને ઉકળાટથી શહેરીજનો હેરાન પરેશાન
પરંતુ ગઈકાલ શુક્રવારથી શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય બફારા અને ઉકળાટથી શહેરીજનો હેરાન પરેશાન થઇ ગયા છે.રાજ્યમાં વહેલી સવારથી જ વડોદરાવાસીઓ આકરી ગરમીમાં શેકાઇ રહ્યા છે.શહેરીજનો બપોરના સમયે લૂ લાગવાના કારણે ઘરમાં રહેવા મજબુર બન્યા છે.હવામાન વિભાગના મતે આવતા સપ્તાહથી ગરમીનો પારો 42 ડિગ્રી કે તેનાથી ઉપર જવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં શુક્રવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 41.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 23.8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 52 ટકા નોંધાયું હતું. નોર્થ - ઈસ્ટની દિશાથી 10 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
આજરોજ શનિવારે શહેરનું લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયેલ છે. જેમાં ભેજનું પ્રમાણ 15 ટકા તથા હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાયેલ છે. આવતીકાલ રવિવારે તાપમાન યથાવત રહશે. જેમાં લઘુતમ તાપમાન 27 ડિગ્રી અને મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 20 ટકા તથા હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાક નોંધવાની સંભાવના રહેલી છે.