Home /News /madhya-gujarat /

Vadodara Weather: શહેરમાં હિટવેવનો હાહાકાર, સિઝનમાં પહેલીવાર પારો 42 ડિગ્રી પાર

Vadodara Weather: શહેરમાં હિટવેવનો હાહાકાર, સિઝનમાં પહેલીવાર પારો 42 ડિગ્રી પાર

બપોરના સમયે રાજમાર્ગો પર વાહનોની અવર જવર ઘટી ગઇ

હીટવેવના પગલે દિવસે દિવસે ગરમીનો પારો રેકોર્ડ બ્રેક રીતે વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં પ્રથમવાર મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને આંબી જતાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમીના પગલે શહેરીજનો પરેશાન થઇ ગયા હતા. બપોરના સમયે રાજમાર્ગો પર વાહનોની અવર જવર ઘટી ગઇ હતી. 

વધુ જુઓ ...
    વડોદરા: હીટવેવના (Heat wave) પગલે દિવસે દિવસે ગરમીનો પારો રેકોર્ડ બ્રેક (Record Break) રીતે વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં પ્રથમવાર મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને આંબી જતાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમીના પગલે શહેરીજનો પરેશાન થઇ ગયા હતા. બપોરના સમયે રાજમાર્ગો પર વાહનોની અવર જવર ઘટી ગઇ હતી. કામ સિવાય લોકોએ બહાર જવાનું ટાળ્યું હતું. રાત્રીના સમયે લઘુતમ તાપમાનનો પારો પણ 24 ડિગ્રી નોંધાયો હતો. જેના પગલે રાત્રીના સમયે પણ ઉકળાટનો અનુભવ થયો હતો. પવનની ગતિ 7 કિમીની ઝડપે નોંધાઇ હતી.

    પશ્ચિમી દિશામાંથી દરિયાઈ પવન ફૂંકાતા બાફ અનુભવાઈ રહી છે. ભરબપોરે અંગ દઝાડતી ગરમી અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. જેના કારણે રસ્તાઓ પર લોકોની ચહલ પહલ ઘટી ગઈ છે. જેમાં ગઈકાલે મંગળવારે સવારે હવામાં ભેજનુ પ્રમાણ 80 ટકા અને સાંજે 24 ટકા નોંધાયુ હતુ. પશ્ચિમી દિશામાંથી 7 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. બપોરના બે થી સાંજના પાંચ સુધી શહેરના રોડો સુમસામ થઈ જાય છે. ગરમીથી બચવા માટે નાગરિકો ટોપી અને ઠંડક માટે લીંબુ સરબત ઠંડાપીણાની લારીઓ પર નાગરિકોની ભીડ જોવા મળે છે. ઉનાળાની શરૃઆત થતા જ રાજ્યભરમાં ગરમીનો પારો ઉત્તરોત્તર ઊંચે જઈ રહ્યો છે. હજુ એપ્રિલ - મે - જૂન બાકી છે ત્યાં હાલત વધુ કફોડી બનશે.

    આ પણ વાંચો: આજથી મળશે ગરમીમાંથી રાહત, આવતીકાલે આ વિસ્તારમાં છે વરસાદની આગાહી

    આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો, 500 લોકો ભાજપમાં જોડાયા

    આજરોજ બુધવારે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રી વચ્ચે નોંધાવાઈ રહ્યું છે. જેમાં લઘુતમ તાપમાન 25 ડિગ્રી રહેલ છે. તથા ભેંજનું પ્રમાણ 17 ટકા અને હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેલ છે. આવતીકાલ ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન 26 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 24 ટકા તથા હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની નોંધવાની સંભાવના રહેલી છે. શહેરમાં સંપુર્ણ દિવસ ગરમ પવનો ફૂંકાતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. 42 ડિગ્રીને પણ પાર પહોચી ગયેલી ગરમીથી બચવા લોકોએ ઓફિસ અને ઘરોમાં એ. સી. અને પંખાની ઠંડી હવાનો સહારો લીધો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર