Home /News /madhya-gujarat /

Vadodara Weather: સતત પાંચમા દિવસે ગરમીનો પારો 40 ડિગ્રી, આગામી 3 દિવસ રહેશે સૂર્યદેવનો પ્રકોપ

Vadodara Weather: સતત પાંચમા દિવસે ગરમીનો પારો 40 ડિગ્રી, આગામી 3 દિવસ રહેશે સૂર્યદેવનો પ્રકોપ

હીટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. હીટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.જેને લઇ શહેરમાં આકરો તાપ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગ ઝરતી ગરમી અને બપોરના સમયે લાગતી લૂ લોકોને દઝાડી રહી છે.

    વડોદરા: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. હીટવેવની (Heat wave) પણ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરાઇ છે.જેને લઇ શહેરમાં આકરો તાપ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગ ઝરતી ગરમી અને બપોરના સમયે લાગતી લૂ લોકોને દઝાડી રહી છે. 3 દિવસ સુધી આકરી ગરમીની આગાહી વચ્ચે વડોદરામાં તાપમાન પણ 40 ડિગ્રીને પાર કરી ગયું છે. લગભગ 40.3 ડિગ્રીએ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ લૂ વરસતી રહી છે.

    ત્યારે વડોદરા મહાનગર પાલિકાએ (Vadodara Municipal Corporation) પણ હીટ સ્ટ્રોક અને સન સ્ટ્રોકથી બચવા શહેરીજનો જરૂરી કાળજી લે તે માટે ટ્વીટ પણ કરાયું હતું. બીજી તરફ શહેરીજનો પણ ગરમીથી બચવા માટે ધગધગતા તાપમાં કારણ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું અને ઠંડા પાણી અને ઠંડા પીણા ૫૨ જોર વધાર્યું છે.

    આ પણ વાંચો: મોરબીમાં 1.20 કરોડની લૂંટ: કારને આંતરીને બુકાનીધારીઓ પાર્સલ લઇને થયા ફરાર

    ગઈકાલ બુધવારના રોજ શહેરમાં સંપુર્ણ દિવસ ગરમ પવનો ફૂંકાતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. 40 ડિગ્રીને પણ પાર પહોચી ગયેલી ગરમીથી બચવા લોકોએ ઓફિસ અને ઘરોમાં એસી અને પંખાની ઠંડી હવાનો સહારો લીધો હતો. હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 22.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સાંજે 17 ટકા નોંધાયું હતું.

    આ પણ વાંચો: અમદાવાદ સામૂહિક હત્યાકાંડ: પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી આંખે પાટા બાંધી છરીના ઘા ઝીંકી દીધા

    આજરોજ ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન 23 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે. જેમાં ભેજનું પ્રમાણ 20 ટકા તથા હવાની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તથા આવતી કાલ શુક્રવારે શહેરમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. તથા દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 41 ટકા તથા હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર