તાપમાન 36.2 ડિગ્રી નોંધાતા લોકો ગરમીમાં શેકાયા હતા
આ વખતે ઉનાળાએ વહેલા દસ્તક દેતા ગરમીનો પારો (Heat wave) વધ્યો છે. દિવસે દિવસે ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાપમાન 36.2 ડિગ્રી નોંધાતા લોકો ગરમીમાં શેકાયા હતા. હજુ આવનાર સમયમાં વધુ આકરી ગરમી પડવાની દશરથ પણ દેખાઈ રહી છે.
Vadodara Weather: ઉનાળાની (Summer) દસ્તક થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે અને એ સાથે જ દિવસ રાત પંખા એ. સી. શરૂ કરવાની ફરજ પડી રહી છે. સામાન્ય રીતે હોળી (Holi) પછી ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થતી હોય છે. પરંતુ આ વખતે ઉનાળાએ વહેલા દસ્તક દેતા ગરમીનો પારો (Heat wave) વધ્યો છે. દિવસે દિવસે ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાપમાન 36.2 ડિગ્રી નોંધાતા લોકો ગરમીમાં શેકાયા હતા. હજુ આવનાર સમયમાં વધુ આકરી ગરમી પડવાની દશરથ પણ દેખાઈ રહી છે. હોળી પછી તાપમાનનો પારો વધીને 40 ડિગ્રીને પાર કરી જાય તેવી પણ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (Forecast) છે.
વડોદરા શહેરમાં ગઈકાલ ગુરુવારે ગરમીનો પારો 36 ડિગ્રી નોંધાયો હતો. દિવસ દરમિયાન પુષ્કળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. માર્ચ મહિનામાં હવામાન વિભાગે હિટવેવની આગાહી પણ આપી છે. જેથી માર્ચ મહિનામાં જ લોકોને ભારે ગરમીનો અનુભવ કરવો પડે તેવી સંભાવના છે. સતત વધતા તાપમાન વચ્ચે દિવસે તાપમાનનો પારો 36 ડિગ્રીથી પણ વધી ગયો છે. આગાહી મુજબ વધતા તાપમાન વચ્ચે નગરજનોને આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.
જ્યારે શહેરમાં આજરોજ શુક્રવારે ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. તથા લઘુતમ તાપમાન 23 ડિગ્રી જેવું રહેશે. તથા ભેજનું પ્રમાણ 22 ટકા અને હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાશે. આવતીકાલ શનિવારે વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 24 ટકા જેટલું રહી શકે છે તથા હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર