Home /News /madhya-gujarat /

Vadodara Weather: લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઊંચું જતા ઠંડીમાં રાહત

Vadodara Weather: લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઊંચું જતા ઠંડીમાં રાહત

પવનની ગતિમાં પણ ઘટાડો થતાં કાતિલ ઠંડીમાંથી વડોદરા બહાર આવ્યું છે.

શહેર - જિલ્લામાં ધીમે ધીમે ઠંડીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન લઘુતમ તાપમાનનો પારો વધતા ઠંડીમાં રાહત મળી છે. તેમજ બપોરના સમય દરમ્યાન ગરમીનો પણ અહેસાસ નગરજનો કરી રહ્યા છે. 

    વડોદરા: શહેર - જિલ્લામાં ધીમે ધીમે ઠંડીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન લઘુતમ તાપમાનનો પારો વધતા ઠંડીમાં રાહત મળી છે. તેમજ બપોરના સમય દરમ્યાન ગરમીનો પણ અહેસાસ નગરજનો કરી રહ્યા છે. ચાર - પાંચ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો લગભગ 4 થી 5 ડિગ્રી ઉપર આવ્યો છે. તેમજ પવનની ગતિમાં પણ ઘટાડો થતાં કાતિલ ઠંડીમાંથી વડોદરા બહાર આવ્યું છે.

    જોકે હવામાન ખાતાની (Weather Forecast Department) આગાહી મુજબ ગુજરાતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. આવનાર દિવસમાં ફરી વતાવરણમાં પલટાની સંભાવનાઓ છે. જેને પગલે લઘુતમ તાપમાનનો પારો પાછો બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. એટલે આગામી દિવસમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. વાતાવરણમાં પલટાની વડોદરામાં વધુ અસ૨ જોવા નહીં મળે. પરંતુ વાદળછાયુ વાતાવરણ બની શકે છે. તેમજ તાપમાનમાં પણ સામાન્ય ફેરફાર પણ આવી શકે છે. અલબત્ત આગામી 15 ફેબ્રુઆરી સુધી વડોદરામાં ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: ભારતમાં COVID-19 નવા કેસોમાં ઘટાડો, 1733 લોકોએ ગુમાવ્યો જીવ

    વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને પારો 15 ડિગ્રી નોંધાયો છે. જેને પલે ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. જોકે 15 ફેબ્રુઆરી સુધી ઠંડી યથાવત્ રહેશે. મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 30.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 73 ટકા અને સાંજે 38 ટકા નોંધાયું હતું. પવનની ગતિ 4 કિમીની ઝડપે નોંધાઇ હતી. મહત્તમ તાપમાનમાં સોમવાર કરતાં 4 ડિગ્રીનો વધારો થયો હતો.

    આ પણ વાંચો: Civil Judges Recruitment 2022: સિવિલ જજની 219 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    આજરોજ બુધવારે લઘુતમ તાપમાન 12 થી 14 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતા છે. તદુપરાંત મહત્તમ તાપમાનનો પારો 31 ડિગ્રી નોંધાશે. જેમાં ભેજનું પ્રમાણ 34 ટકા અને હવાની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આવતીકાલ ગુરૂવારના રોજ શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. તથા ભેજનું પ્રમાણ 55 ટકા નોંધાયો છે અને હવાની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે. આ પ્રકારના પવનોને કારણે જ શહેરનું વાતાવરણ ઠંડુ રહી શકે છે જેથી આવતીકાલે ફરી એક વખત વડોદરાવાસીઓને ઠંડકનો અનુભવ થઈ શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन