Home /News /madhya-gujarat /

Vadodara Weather: ઠંડીનો પારો 11 ડિગ્રી રહેવાની સંભાવના, આગમી 2 દિવસમાં ઠંડી ઘટશે

Vadodara Weather: ઠંડીનો પારો 11 ડિગ્રી રહેવાની સંભાવના, આગમી 2 દિવસમાં ઠંડી ઘટશે

વડોદરા શહેરમાં અને આખા ગુજરાત રાજ્યમાં નગરજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે

પવનોની દિશા પશ્ચિમની થતા શહેરમાં બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેમાં વડોદરા શહેરમાં ગઈકાલે સોમવારના રોજ ઠંડીનો લઘુતમ પારો 11 ડિગ્રી સુધી નોંધાયો હતો. જ્યારે ગરમીનો પારો 30 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. 

  વડોદરા: પવનોની દિશા પશ્ચિમની (Western) થતા શહેરમાં બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેમાં વડોદરા શહેરમાં (Vadodara City) ગઈકાલે સોમવારના રોજ ઠંડીનો લઘુતમ પારો 11 ડિગ્રી સુધી નોંધાયો હતો. જ્યારે ગરમીનો પારો 30 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જેમાં શહેરમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અને મધરાતે ઠંડક અનુભવાતી હોય છે. ભેજનું પ્રમાણ સવારે 76 ટકા અને સાંજે 30 ટકા નોંધાયું હતું. પશ્ચિમની દિશાથી 5 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.

  હવામાન ખાતાની આગાહી (Weather Forecast Department) મુજબ, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ઠંડીનો પારો 10 થી 12 ડિગ્રી વચ્ચે રહે તેવું અનુમાન છે. કોલ્ડવેવ બાદ ઠંડીની તીવ્રતા ઘટી જતાં લોકોએ કંઇક અંશે રાહત અનુભવી હતી. જેમાં આજરોજ મંગળવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધવાની શક્યતા રહેલી છે. જેમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા અને 6 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવનની ગતિ નોંધાશે. છેલ્લા બે દિવસથી બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ માવઠાની પણ હજી સુધી વર્તાઈ રહી છે.

  આ પણ વાંચો: સુરતના આ વિસ્તારમાં વિધર્મીઓને મકાન ભાડે કે વેચાણથી ન આપવા સોસાયટીઓનું સંગઠન બનાવાયું

  બુધવારે વડોદરા શહેરમાં ઠંડીમાં અંશતઃ ઘટાડો નોંધાઈ શકે છે. શહેરીજનોને ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના રહેલી છે. જેમાં શહેરનું લઘુતમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી રહેવાની સંભાવના રહેલી છે. જેમાં વતાવરમાં ભેજનું પ્રમાણ 49 ટકા અને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ નોંધાશે. હવામાનમાં ખૂબ ઉતાર-ચઢાવ નોંધાઈ રહ્યો છે. તદુપરાંત વડોદરા શહેરમાં અને આખા ગુજરાત રાજ્યમાં નગરજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ક્યારેક ગરમી લાગે, તો ક્યારેક ઠંડી. જેના કારણે શરદી, ખાંસી, તાવના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन