Home /News /madhya-gujarat /

Vadodara Weather: આગામી દિવસોમાં શહેરમાં ઠંડી વઘવાની શક્યતા, શરૂ થશે ઠંડીનો અંતિમ રાઉન્ડ

Vadodara Weather: આગામી દિવસોમાં શહેરમાં ઠંડી વઘવાની શક્યતા, શરૂ થશે ઠંડીનો અંતિમ રાઉન્ડ

આગામી સપ્તાહ દરમિયાન ઠંડીનો પારો ગગડે તેવું અનુમાન રહેલું છે. 

પશ્ચિમના પવનો (Western Wind) ફૂંકાતાં શહે૨ માંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પશ્ચિમના પવનોના કારણે 6 દિવસમાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રીથી 15.6 ડિગ્રી એટલે 5 ડિગ્રી જેટલું વધી ગયું છે. જેના કારણે વહેલી સવારે (Early Morning) આંશિક ઠંડક રહે છે. આગામી સપ્તાહ દરમિયાન ઠંડીનો પારો ગગડે તેવું અનુમાન રહેલું છે.?

વધુ જુઓ ...
    વડોદરા: પશ્ચિમના પવનો (Western Wind) ફૂંકાતાં શહે૨ માંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પશ્ચિમના પવનોના કારણે 6 દિવસમાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રીથી 15.6 ડિગ્રી એટલે 5 ડિગ્રી જેટલું વધી ગયું છે. જેના કારણે વહેલી સવારે (Early Morning) આંશિક ઠંડક રહે છે. આગામી સપ્તાહ દરમિયાન ઠંડીનો પારો ગગડે તેવું અનુમાન રહેલું છે.

    શહેરમાં ગુરુવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 29 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 15.6 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 82 ટકા અને સાંજે 45 ટકા નોંધાયું હતું. પશ્ચિમની દિશાથી 4 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. જ્યારે આજરોજ શુક્રવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાવની શકયતા છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 35 ટકા અને હવાની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આને આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

    આ પણ વાંચો: Gujarat winter update: ગુજરાતમાં ફરીથી વાતાવણમાં આવશે પલટો, રવિવાર સુધી કાતિલ ઠંડીની આગાહી

    જ્યારે આવતીકાલ શનિવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધવાની શક્યતાઓ રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજ નું પ્રમાણ 39 ટકા અને હવાની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ શકે છે. આવતી કાલે પણ તાપમાન યથાવત રહેશે.

    આ પણ વાંચો: Live news update: કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્ર બિંદુ રાપર નજીક

    જોકે હવામાન ખાતાની (Weather Forecast Department) આગાહી મુજબ ગુજરાતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. આવનાર દિવસમાં ફરી વતાવરણમાં પલટાની સંભાવનાઓ છે. જેને પગલે લઘુતમ તાપમાનનો પારો પાછો બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. એટલે આગામી દિવસમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. વાતાવરણમાં પલટાની વડોદરામાં વધુ અસ૨ જોવા નહીં મળે. પરંતુ વાદળછાયુ વાતાવરણ બની શકે છે. તેમજ તાપમાનમાં પણ સામાન્ય ફેરફાર પણ આવી શકે છે. અલબત્ત આગામી 15 ફેબ્રુઆરી સુધી વડોદરામાં ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन