Home /News /madhya-gujarat /

Vadodara Weather : વાદળછાયા વાતાવરણ વચ્ચે વડોદરા શહેરનું તાપમાન 39 ડિગ્રી પર સ્થિર

Vadodara Weather : વાદળછાયા વાતાવરણ વચ્ચે વડોદરા શહેરનું તાપમાન 39 ડિગ્રી પર સ્થિર

વડોદરા તાપમાન

Vadodara Weather : રવિવારે વડોદરા શહેરમાં ગરમી (Vadodara Heat Wave) નો પારો 37.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 20.4 ડિગ્રી નોંધાયો હતો. પશ્ચિમની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. આજ વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ નોંધાયું છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે

વધુ જુઓ ...
    Vadodara Weather : શહેરમાં ગરમ પવનોની અસર ઓછી થતાં પારો 37 ડિગ્રી સુધી ગગડતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. 24 માર્ચ પછી હીટવેવની (Heat Wave) આગાહીના (Forecast) પગલે ગરમીનો પારો 40 ડિગ્રી કે તેથી ઉપર જવાની સંભાવના રહેલી છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં રાજસ્થાનના (Rajsthan) મેદાની વિસ્તારોમાંથી આવતા ગરમ પવનો ગરમીનું પ્રમાણ વધારતા હોય છે. જેમાં અચાનક વડોદરા શહેર (Vadodara City) માં વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) થયું છે. તથા ગરમીનું પ્રમાણ પણ ઘટ્યું છે.

    ગઈકાલ રવિવારે વડોદરા શહેરમાં ગરમીનો પારો 37.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 20.4 ડિગ્રી નોંધાયો હતો. પશ્ચિમની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. આજ વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ નોંધાયું છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી 4-5 દિવસ સુધી આ જ પ્રમાણે શહેરમાં તાપમાન રહેશે. શહેરીજનોને કડકડતી ગરમી માંથી થોડી રાહત મળી છે. આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે એવી સંભાવના રહેલી છે. વાતાવરણમાં અતિશય ઉતાર ચડાવ થયા કરે છે. જેનો ભોગ વડોદરવાસીઓ તથા ગુજરાત રાજ્યના તમામ નાગરિકો બની રહ્યા છે.

    આ પણ વાંચોવડોદરા જિલ્લામાં 5માં સુજલામ સુફલામ્ જળસંચય અભિયાનનો પ્રારંભ

    આજરોજ સોમવારે વડોદરા શહેરમાં તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. જેમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી છે. તથા ભેજનું પ્રમાણ 15 ટકા અને હવાની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની છે. તદુપરાંત આવતીકાલ મંગળવારે વડોદરા શહેરમાં લઘુતમ તાપમાન 25 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના રહેલી છે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 19 ટકા તથા હવાની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે. અવાનારા દિવસોમાં પણ આજ પ્રમાણે તાપમાન રહી શકે છે. અને ગરમી પણ ઓછી લાગી શકે છે. પરંતુ આત થોડા દિવસ પૂરતું જ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Vadodara, Vadodara City News, વડોદરા શહેર, વડોદરા સમાચાર

    આગામી સમાચાર