Home /News /madhya-gujarat /

Vadodara Weather: સૂર્યનારાયણનું રૌદ્ર સ્વરૂપ અનુભવતા શહેરીજનો, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

Vadodara Weather: સૂર્યનારાયણનું રૌદ્ર સ્વરૂપ અનુભવતા શહેરીજનો, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

સતત આઠમા દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર રહેતા લોકો માટે આ ગરમીથી ત્રાહિમામ...

શહેરમાં પશ્ચિમના ફૂંકાતાં ગરમ પવનોના કારણે ગરમીનો પારો સતત ત્રણ દિવસથી 40 ડિગ્રી નોંધાય છે. રવિવારે સવારથી જ ગરમીનો પારો 30 ડિગ્રીથી ઉ૫૨ હતો, જ્યારે બપોરના 2 થી 4 દરમિયાન ગરમી 40 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ઘરમાં પુરાયા હતા. 

    વડોદરા: શહેરમાં પશ્ચિમના ફૂંકાતાં ગરમ પવનોના (Western Winds) કારણે ગરમીનો પારો (Heat wave) સતત ત્રણ દિવસથી 40 ડિગ્રી નોંધાય છે. રવિવારે સવારથી જ ગરમીનો પારો 30 ડિગ્રીથી ઉ૫૨ હતો, જ્યારે બપોરના 2 થી 4 દરમિયાન ગરમી 40 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ઘરમાં પુરાયા હતા. બપોર બાદ પવન ફૂંકાતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

    રવિવારે સૂર્યનારાયણે રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવતા લોકોએ ઘરમાં રહેવુ યોગ્ય માન્યુ હતુ. અગત્યના કામ સિવાય લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યુ હતુ. સતત આઠમા દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર રહેતા લોકો માટે આ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરમાં ગરમીનો પારો શનિવારની સરખામણીએ 0.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ગયો હતો. આથી રવિવારે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ પહોંચી ગયુ હતુ.

    આ પણ વાંચો: અમદાવાદ: નોકરની નજર વેપારીનાં પૈસા પર બગડી, લાગ જોઇ 21 લાખ રૂપિયા લઇ થયો ફરાર

    રવિવારે શહેરમા મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. જયારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 28 ટકા નોંધાયુ હતું. હવાનું દબાણ 1006.5 મીલીબાર્સ નોંધાયુ હતુ. પશ્ચિમ દિશા તરફના પવનની ગતિ કલાકના 6 કિમી નોંધાઇ હતી. ઉલ્લેખનિય છે કે, ઉનાળો શરૂ થયાને હજુ ગણતરીના દિવસો જ થયા છે, ત્યારે શહેરીજનો આટલા આકરા તાપનો સામનો કરી રહ્યો છે. ત્યારે શહેરીજનો હવે મૂંઝાઈ રહ્યા છે કે ભર ઉનાળે આના કરતા વધારે પ્રમાણમાં ગરમી સહન કરવાનો વારો આવશે કે કેમ ? આ સાથે પંખા , કૂલર અને એ.સી.ની માંગ માં પણ ગરમી વધવાને કારણે વધારો નોંધાયો છે.

    આ પણ વાંચો:પોરબંદર: કૂવામાંથી 24 વર્ષની માતા સાથે દીકરા-દીકરીના મૃતદેહ મળ્યા, આપઘાતની આશંકા

    આજરોજ સોમવારે શહેરમાં લઘુતમ તાપમાન 26 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયેલ છે. તથા હવાની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેલ છે. આવતીકાલ મંગળવારે શહેરનું લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. જેમાં હવાની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર