Home /News /madhya-gujarat /

Vadodara Weather: શરૂઆત, સૂર્યનારાયણનો પ્રકોપ વધતા ગરમીનો અહેસાસ

Vadodara Weather: શરૂઆત, સૂર્યનારાયણનો પ્રકોપ વધતા ગરમીનો અહેસાસ

સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે

વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાના કારણે છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધીરે - ધીરે શિયાળાની ઋતુ જઈ રહી છે અને સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. 

    વડોદરા: વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) થવાના કારણે છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં (Weather) પલટો જોવા મળી રહ્યો છે. ધીરે - ધીરે શિયાળાની ઋતુ (Winter Season) જઈ રહી છે અને સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. 6 કિ.મી. ની ઝડપે ઉત્તર દિશા તરફ પવન ફૂંકાયો હતો. રાત્રી દરમ્યાન ઠંડીનું પ્રમાણ વધતા નાગરિકો ઠંડી અહેસાસ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે આ વર્ષે શિયાળાની ઋતુમાં અનેક વાર વાતારણમાં પલટો જોવા મળ્યો હતો.

    આ વખતે શિયાળાના મોસમમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજૂ ફરી ઉઠ્યું હતું. ખેડૂતો દ્વારા તુવેર, ધઉં અને ચણાનો પાક વાવતા તેને નુકશાન થવાની ભિતી ખેડૂતોએ વ્યકત કરી હતી. થોડા દિવસો પહેલાં ભારે ઠંડી બાદ સતત ઠંડીમાં દિવસેને દિવસે ધટાડો જોવા મળી રહ્યો છે. બપોર બાદ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં આજરોજ શનિવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાશે. જેમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 33 ટકા અને હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેવાની સંભાવના રહેલી છે.

    આ પણ વાંચો: કૉંગ્રેસના ગઢમાં ગાબડું: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ ભાજપમાં જોડાશે

    વડોદરા શહેરનું આવતીકાલ રવિવારે લઘુતમ તાપમાન 17 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 26 ડિગ્રી તથા હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની નોંધવાની શક્યતાઓ રહેલી છે. આખો દિવસ ચોખ્ખું વાતાવરણ રહેશે. પરંતુ હવાની ગતિ વધુ હોવાને કારણે શહેરીજનોને ઠંડીનો અહેસાસ થઈ શકે છે. આવનાર દિવસોમાં પણ હવે આ તાપમાન યથાવત જ રહેશે. તથા ગરમીનો પારો ઊંચે ચડશે. માર્ચના પહેલા અઠવાડિયા સુધી ઠંડીનો ચમકારો અનુભવાય તેવી સંભાવના રહેલી છે. જેના કારણે ઠંડીથી શહેરીજનોને રાહત મળી છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ લઘુતમ તાપમાનનો પારામાં વધુ કોઈ ફેરફાર થાય તેમ નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા પોલીસ

    આગામી સમાચાર