વડોદરા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (Western Disturbance) કારણે ઉત્તર ભારતમાં (North India) વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત (Gujarat) પર પણ જોવા મળી રહી છે. ત્યારે ગઈ કાલ શુક્રવારથી વડોદરાનું (Vadodara)વાતાવરણ એકાએક પલટાયું (Climate Change) હતું અને આજરોજ શનિવારે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ (Fog) ફેલાયું હતું. દિવસ દરમિયાન વાદળછાયો માહોલ રહ્યો હતો અને ઝરમર વરસાદ પણ વડોદરામાં વરસ્યો હતો. આગામી ત્રણ દિવસ વડોદરામાં ઠંડી વધવાની શક્યતા વર્તાઈ રહી છે.
હવામાને જાણે કરવટ લીધી હોય એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં વડોદરા શહેર અને જિલ્લામાં માવઠું થઈ શકે છે. છુટાછવાયા વરસાદી સાથે 23મી જાન્યુઆરી બાદ ઠંડીનું જોર પણ વધી શકે છે. 23મી જાન્યુઆરી પછી તાપમાનનો પારો ગગડીને નીચે આવશે. આજરોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 30 ડીગ્રી નોંધાયું છે. જે આગામી દિવસોમાં બગડીને 9 થી 10 ડિગ્રી સુધી પહોંચી જશે એવી સંભાવના રહેલી છે.
શિયાળાની સિઝનમાં સતત ચોથી વખત હવામાન અણધાર્યો પલટો આવ્યો છે. આજ સવારથી જ હવામાનમાં બદલાવ આવતા ધુમ્મસ અને વાદળિયું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા બે દિવસથી સામાન્ય ઠંડીનો માહોલ સર્જાયેલો છે. જેમાં અચાનક પલટો આવતા આજ સવારથી ઠંડીનું મોજું પ્રસરી ગયું છે. આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
સવારે હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 50 ટકા રહ્યું હતું. આવતીકાલે રવિવારના રોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેવાની સંભાવના રહેલી છે. તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51% જેવું નોંધાશે. તથા 11 કિલોમીટરની ઝડપે હવા ફૂંકાઈ શકે છે. આજની જેમ જ આવતી કાલ રવિવારે ઠંડી યથાવત રહશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર