વડોદરા: મિલકત ખરીદી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવી..નહીં તો...

વડોદરા શહેરમાં સને-૧૯૯૬માં મિલકત ખરીદી કરી હોય અને તેમણે ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરી ન હોય તો તેમને કેસનો નિકાલ કરવા કામગીરી શરૂ છે

News18 Gujarati
Updated: July 10, 2019, 7:24 PM IST
વડોદરા: મિલકત ખરીદી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવી..નહીં તો...
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 10, 2019, 7:24 PM IST
વડોદરા: વડોદરા શહેરમાં સને-૧૯૯૬માં મિલકત ખરીદી કરી હોય અને તેમણે ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરી ન હોય તો તેમને કેસનો નિકાલ કરવા કામગીરી શરૂ છે આ કામગીરીમાં સહકાર આપવા જિલ્લા પુરવઠા અધિકારીએ અનુરોધ કર્યો છે.

વડોદરા શહેરના સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધાયેલી હોય અને જેની આજ દિન સુધી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ ન કરી હોય તેવા દસ્તાવેજોની ચકાસણી કરતા જે દસ્તાવેજોમાં રૂ.૨૫ હજાર કે તેથી ઓછી રકમની ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની બાકી હોય તેવા દસ્તાવેજોની યાદી કલેકટર કચેરી ખાતે મૂકવામાં આવી છે.

મુંબઇ સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ની પેટા કલમ(૧) તથા અધિનિયમની કલમ-૩૦ હેઠળ આપવાની થતી નિયત નોટીસ નિયમ-૪ તથા તે લગતની બીજી-ત્રીજી નોટીસ મિલકતના વર્ણન સાથે યાદી જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા પુરવઠા કચેરી, રૂમ નં.૧૨, કલેકટર કચેરી,કોઠી બિલ્ડીંગ,રાવપુરા, વડોદરાના નોટીસ બોર્ડપર પ્રસિધ્ધ કરવામાં આવી છે.

આ યાદી મુજબના દસ્તાવેજોના માલિકોને સરકારી લેણા દિન-૧૦માં ભરીને દસ્તાવેજો છોડાવી જવા. આમ ન કરવામાં આવે તો તેમની મિલકતની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલાત અંગે આખરી હુકમ કરી બોજો દાખલ કરવામાં આવશે. આથી સંબંધિત મિલ્કતમાલિકોએ આ જાહેર નોટીસને ધ્યાને લેવાની રહેશે.
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...