યુનાઇટેડ વે ઑફ બરોડા દ્વારા ગોત્રી GMERS અને SSG હૉસ્પિટલને કોરોનાકાળમાં ઉપયોગી ડિવાઇસ અપાયા

યુનાઇટેડ વે ઑફ બરોડા દ્વારા ગોત્રી GMERS અને SSG હૉસ્પિટલને કોરોનાકાળમાં ઉપયોગી ડિવાઇસ અપાયા
યુનાઇટેડ વે ઑફ બરોડા દ્વારા એસએસજી અને ગોત્રી હૉસ્પિટલને આપવામાં આવ્યા ઑક્સીજન કૉન્સન્ટ્રેટર અને અન્ય જરૂરી ડિવાઇસ

Defibrillator અને ઑક્સીજન કોન્સન્ટ્રેટરની જરૂરિયાતને પહોંચી વળવા સેવાભાવી સંસ્થા આગળ આવી

 • Share this:
  વડોદરા : યુનાઇટેડ વે ઑફ બરોડાનું  (United Way of Baroda) નામ વડોદરા સાથે જોડાયેલા દેશ વિદેશના એ તમામ લોકો જાણે છે કે વડોદરાના ગરબાના કાયલ છે. વડોદરાના અને સંભત: પશ્ચિમ ભારતના જ નહીં પરંતુ દેશના સૌથી મોટા ગરબા યોજતી આ એનજીઓ સંસ્કૃતિ સાથે સેવાનું ઉત્તમ કામ કરી રહી છે અને એટલે જ કોરોનાના કપરા કાળમાં વડોદરાની (Vadodara) બે મોટી સરકારી હૉસ્પિટલ ગોત્રી GMERS હૉસ્પિટલ અને SSG હૉસ્પિટલ આ સમયે જરૂરી એવા મેડિકલ ઇક્વીપમેન્ટ્સ આજે આપવામાં આવ્યા હતા.

  યુનાઇટેડ વે ઑફ બરોડા દ્વારા ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલ અને એસએસજી હૉસ્પિટલને હાર્ટ એટેકની સ્થિતિમાં જોખમ નિવારતા મશીન ડેફિબ્રીલેટર (defibrillator) અને હાલમાં કોરોના કાળમાં જરૂરી એવા ઑક્સીજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા હતા. સંસ્થા ટ્રસ્ટી મિનેશ પટેલ, સીઈઓ ડૉ. બીનીતા વેરડીયાની ઉપસ્થિતિમાં ગોત્રી હૉસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડૉ.વિશાલા, ડૉ ઐયર, ડૉ બોઝ, ડૉ. રાજેશ શાહે ઉપસ્થિત રહીને આ મશીન સ્વીકાર્યા હતા.  આ પણ વાંચો : અમદાવાદ : IPLનાં ખેલાડીઓનો કાફલો પસાર કરાવવા એમ્બ્યુલન્સ રોકી -Viral Video

  Defibrillator એ ઇર્મજન્સી સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતું ઉપકરણ છે, કાર્ડિયાક એરેસ્ટની સ્થિતિમાં આ કિંમંતી મશીન જો દર્દીને યોગ્ય સમયે મળી જાય તો તેના બચી જવાના ચાન્સ 60 ટકા જેટલા હોય છે. જ્યારે હાલમાં હૉસ્પિટલમાં ઑક્સીજનની ખૂબ જ માંગ વધી જવાથી ઑક્સીજન કોન્સન્ટ્રેટર મહામુલા ઉપકરણ બન્યા છે.

  રાજ્યના 7 વધુ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા છે.  રાજ્યમાં અગાઉ જે 8 મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો તે 29 શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ (Corona Curfew) રહેશે.
  Published by:Jay Mishra
  First published:May 04, 2021, 23:28 pm

  ટૉપ ન્યૂઝ