Home /News /madhya-gujarat /Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં ગરબા રમતાં યુવતી પી રહી છે સિગરેટ? વીડિયો થયો વાયરલ

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં ગરબા રમતાં યુવતી પી રહી છે સિગરેટ? વીડિયો થયો વાયરલ

વી઼ડિયોમાંથી લીધેલી તસવીર

Vadodara Navratri: નવરાત્રીની શરૂઆતમાં વડોદરાનાં પ્રખ્યાત યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ પર પથ્થરોના કારણે વિવાદ સર્જાયો હતો. જે માંડ માંડ શાંત થયો છે ત્યારે નવા વિવાદે જન્મ લીધો છે.

    વડોદરા: રાજ્યભરમાં હાલ નવરાત્રીની મોસમ જામી છે. યુવાનથી માંડીને મોટી ઉંમરના લોકો ગરબાના રંગમાં રંગાયા છે. ત્યારે વડોદરાનું યુનાઇટેડ વે ફરીથી વિવાદમાં સપડાયું છે. યુનાઇટેડ વેના ગરબા આખા વિશ્વમાં જાણીતા છે. ત્યારે ત્યાંની નવરાત્રીનો એક વીડિયો હાલ વાયરલ થયો છે જેમાં એક યુવતી મોંમાંથી ધુમાડો ઉડાવતી દેખાય છે. આ વીડિયો વાયરલ થતા લોકોનો રોષ સામે આવ્યો છે. ચર્ચા થઇ રહી છે કે, ગરબા રમતી વખતે ઇ - સિગારેટથી ધુમ્રપાન કર્યુ છે.

    નવરાત્રીની શરૂઆતમાં વડોદરાનાં પ્રખ્યાત યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ પર પથ્થરોના કારણે વિવાદ સર્જાયો હતો. જે માંડ માંડ શાંત થયો છે ત્યારે નવા વિવાદે જન્મ લીધો છે. ગરબા રમતી વખતે યુવતીના ધુમાડા કાઢતો વીડિયો સામે આવતા ગરબાનાં આયોજકો અને યુવતી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. અમે ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી નથી કરતા.

    ગ્રાઉન્ડ પર પથ્થરનો વિવાદ


    શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડાનો નવરાત્રી શરૂ થતાની સાથે જ વિવાદ સામે આવ્યો હતો. જેમાં ગ્રાઉન્ડ પર સતત બીજા દિવસે ખેલૈયાઓને કાંકરા વાગ્યા હતા. બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમોથી હોબાળો થતા અધવચ્ચે ગરબા બંધ કરવા પડ્યા હતા. જે બાદ અતુલ પુરોહિતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, જો આવતીકાલે ગ્રાઉન્ડ સરખું નહીં થાય તો હું જ ગરબા શરૂ નહીં કરુ. આ વર્ષે યુનાઇટેડ વેના ગરબા વડસર નજીક કલાલી ખાતે યોજવામાં આવ્યા છે. જ્યાં ગ્રાઉન્ડ ઉપર પૂરતી સફાઈ ન થઈ હોવાને કારણે મોટા મોટા કાંકરાઓ ખેલૈયાઓના પગમાં ખુચ્યા હતા. સતત બીજા દિવસે પણ અપૂરતી સફાઈ ના કારણે ખેલૈયાઓ રમી શક્યા ન હતા.



    જેને કારણે ખેલૈયાઓમાં રોષ ભભૂક્યો હતો અને ખેલૈયાઓ ગરબા રમી શકતા ન હતા. તદુપરાંત કાંકરા કાકરા અને રિફંડ રિફંડ એવા નારા જોર જોરથી લગાવ્યા હતા. દૂર દૂરથી લોકો યુનાઇટેડ વે ના ગરબા રમવા આવતા હોય છે એમાં ખાસ કરીને વિદેશથી પણ આ વર્ષે ખેલૈયાઓ યુનાઇટેડ વેના ગરબા માણવા માટે આવ્યા હતા જેઓ નાસીપાસ થઈને ઘરે પરત ફર્યા હતા. જોકે, આ વિવાદ બાદ ત્રીજા દિવસે ગ્રાઉન્ડ સરખું કરવામાં આવ્યુ હતુ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Navratri 2022, Viral videos, ગુજરાત, નવરાત્રી, વડોદરા સમાચાર

    विज्ञापन
    विज्ञापन