ફરિદ ખાન, વડોદરાઃ સરકારી કામકાજ કરાવવા માટે લાંચ આપવી પડતી હોવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. અને આવા લાંચિયા અધિકારીઓ પણ એસીબીની ટ્રેપમાં ઝડપાતા રહે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. વુડાની કચેરીમાં એસીબીની ટ્રેપમાં બે અધિકારીઓ લાંચ લેતા રંગે હાથેઝડપાયા હતા.
મળતી માહિતી પ્રમાણે વુડાની કચેરીમાં વુડાના ચીફ એક્ઝીક્યુટીવ ઓથોરિટી એન.સી. શાહ અને જુનિયર ટાઉન પ્લાનર શૈલેષ પટેલ ફરજ બજાવે છે. તેમણે એક વ્યક્તિ પાસે વુડાના પ્લોટ વેલીડેશન માટે 1.25 લાખની લાંત માંગી હતી. જોકે, આ અંગે જાગૃતિ નાગરિકે એસીબીને જાણ કરી હતી. જેના પગલે એસીબીના અધિકારીઓએ ટ્રેપ ગોઠવી હતી.
એસીબીની ટ્રેપમાં એન.સી. શાહ અને શૈલેષ પટેલ રૂ.1.25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. આ અંગે એક અધિકારીની વધુ પૂછપરછ હાથધરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર