Home /News /madhya-gujarat /વડોદરા: બ્રિજ પરથી પટકાતા બેનાં મોત, ગાડી પરથી કાબુ ગુમાવતા અકસ્માતની આશંકા

વડોદરા: બ્રિજ પરથી પટકાતા બેનાં મોત, ગાડી પરથી કાબુ ગુમાવતા અકસ્માતની આશંકા

ફતેગંજ બ્રિજ પરથી પટકાતા બેના મોત થયા

Vadodara accident: વડોદરામાં બ્રિજ પરથી પટકાતા બેનાં મોત. ફતેગંજ બ્રિજ પરથી પટકાતા બેનાં મોત થયા. ગાડી પરથી કાબુ ગુમાવતા ઘટના બન્યાની આશંકા

વડોદરા: થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યૂ યરના વેલકમ વચ્ચે વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ફતેગંજ બ્રિજ પરથી પટકાતાં બે લોકોના મોત નિપજ્યાં છે. ગાડી પરથી કાબુ ગુમાવતા ઘટના બન્યાની આશંકા સેવાઇ રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મોડીરાત્રે અકસ્માત થયો હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી મૃતદેહને પી.એમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા છે.

અકસ્માત કેવી રીતે થયો?

વડોદરા સહિત રાજ્યમાં બે વર્ષ બાદ ભારે ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરાઇ હતી, ત્યાં જ અમુક ઘટનાઓને લીધે અરેરાટી ફેલાઇ છે. વડોદરામાં ન્યૂ યરની રાતે જ ફતેગંજ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પટકાતા બે લોકોનાં મોત નિપજ્યાં છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે થયો? તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: પોલીસ જવાનની ગુંડાગીરીનો વીડિયો વાયરલ, રાહદારીને લાફા-લાકડીથી ફટકાર્યો

આણંદમાં નવા વર્ષની રાત્રે ત્રિપલ અકસ્માત

આણંદમાં નવા વર્ષની રાત્રે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં આણંદના ઉમરેઠના કણભઈપુરા માર્ગ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. પીકઅપ ટેમ્પોએ કારને ટકકર મારી હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. અકસ્માતમાં 1નું મોત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.

ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ ત્રિપલ પર અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ટેમ્યાએ ઇકોને ટક્કર મારી હતી, સાથે જ અલ્ટો કાર ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી. કાર ધડાકાભેર અથડાતા આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર છથી સાત સવાર ઉજળી રોડ પર પટકાયા હતા. જેમાંથી 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
First published:

Tags: Accident News, Gujarat News, Vadoadara News