Home /News /madhya-gujarat /વડોદરામાં કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ મળ્યો ઇ-મેમો

વડોદરામાં કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ મળ્યો ઇ-મેમો

પ્રતિકાત્મક તસવીર

જો તમે ટુ વ્હીલર પર જાવ છો અને હેલ્મેટ નથી પહેર્યું અને ફોર વ્હીલર પર છો અને બેલ્ટ નથી પહેર્યો તો તમારી આવી બનશે. પરંતુ કારમાં હેલ્મેટ કઇ રીતે પહેરાય?

    હાલ રાજ્યભરમાં ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી છે. જો તમે ટુ વ્હીલર પર જાવ છો અને હેલ્મેટ નથી પહેર્યું અને ફોર વ્હીલર પર છો અને બેલ્ટ નથી પહેર્યો તો તમારી આવી બનશે. પરંતુ તમે કારમાં બેસીને હેલ્મેટ ન પહેરો તો પણ તમને મેમો ભરવો પડે તે તો ઊંધી વાત છે. આવું જ કંઇક વડોદરામાં બન્યું છે. શહેરનાં હરણી રોડમાં રહેતા યુવકને કાર નંબરનાં આધારે હેલ્મેટ પહેર્યા બદલ વાહન ચલાવવા માટે 100 રૂપિયાનો દંડ ભરવા માટે ઇ-મેમો આવ્યો છે. આ જોઇને કારચાલક પણ ચોંકી ગયો હતો.

    જોકે જ્યારે કારચાલકે આ અંગેની વાત ટ્રાફિક પોલીસમાં કરી તો પોલીસે પોતાની ભૂલ સ્વીકારી અને હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારવા બદલ 100 રૂપિયાનો ઇ-મેમો રદ કર્યો હતો.

    હરણીરોડ પર ગંગાનગર સોસાયટીમાં રહેતા મિલિન્દભાઈ દેશમુખ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેઓ અલ્ટો કારનો ઉપયોગ કરે છે. તેમના ઘરે ટ્રાફિક પોલીસનો ઈ-મેમો આવ્યો હતો જેમાં તેમની કારના નંબર અને નામ-સરનામાની વિગતો હતી અને હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારવા બદલ તેમને 100 રૃપિયો દંડ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતુ. જોકે ઈ-મેમોમાં બતાવેલા ફોટામાં તેમની કાર ક્યાંય દેખાતી ન હતી અને કારચાલકે હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારવા બદલ દંડ કરાયાની વિગતો જાણી મિલિન્દભાઈએ તકત ટ્રાફિક વિભાગમાં ફોન કરી સમગ્ર વિગતો જણાવી હતી. ત્યારે તો ટ્રાફિક પોલીસે તેમને ભુલ સ્વીકારના બદલે તમારી વિગતો ભુલથી નખાઈ ગઈ હશે તેમ જણાવ્યું હતું.

    આ અંગે હોબાળો મચ્યા બાદ આજે દિવસનાં અંતે ટ્રાફિક પોલીસે મિલિન્દભાઈને પોલીસ ભુવન ખાતે બોલાવ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારી તેમનો ઈ-મેમો રદ કરવાની કાર્યવાહી કરી હતી. પોલીસે રદ કરાયેલા ઈ-મેમો પર એવો પણ અભિપ્રાય પણ આપ્યો હતો કે ખોટી રીતે ઈ-ચલન મળતા મિલિન્દભાઈને માનસિક આઘાત લાગ્યો હતો અને તેમની સાથે વાતચિત તેમજ કન્ટ્રોલ રૂમની રૂબરૂ મુલાકાત બાદ તેમને મદદ મળી છે અને તેમનો ઈ-ચલન રદ કર્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: E-memo, Traffic drive, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन