આજથી ગૌરીવ્રતની (Gauri Vrat) શરુઆત થતા પુજા કરવા માટે મંદિરો ખાતે કુંવારીકાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ગૌરીવ્રત એટલે કુવારિકાઓ માટે સારા જીવનસાથીની કામના માટેનુ વ્રત. જેમા કુંવારીકાઓ 5 દિવસ સુધી ઉપવાસ કરે છે. અને સારા જીવનસાથી માટે કામના કરે છે. ત્યારે આજથી ગૌરીવ્રતની શરૂઆત થઇ ગઇ છે. જેને લઈને વહેલી સવારે મંદિરો ખાતે ગૌરીવ્રત કરતી કુંવારીકાઓ પુજા માટે આવતી નજરે પડી હતી. અને ગૌરીવ્રતને લઈને કુંવારીકાઓમા પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર ખાતે પણ કુંવારીકાઓએ પુજારીની હાજરીમા ગૌરીવ્રત નિમિતે વિધિવત્ રીતે પુજા અર્ચના કરી હતી. બીજીબાજુ હાલ ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાનમા રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સેનેટાઇઝરની સુવિધા રાખવામા આવી હતી. અને મંદિર ખાતે પણ કોરોના ગાઇડ લાઇનનુ સંપુર્ણપણે પાલન કરવામા આવે તેનુ ધ્યાન રાખવામા આવ્યું હતુ.
બકરી ઇદના પર્વની શાંતી અને સલામતિ પુર્ણ ઉજવણી માટે વડોદરા શહેર પોલીસ દ્વારા મસ્જિદો ખાતે ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આજે બકરી ઇદના પર્વને લઈને વડોદરા શહેરમા ઠેર-ઠેર મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઇદના પર્વની ઉજવણી કરવામા આવશે. જોકે હાલ ચાલી રહેલા કોરોનાને કારણે ઘણી ગાઇડ લાઇનો વચ્ચે આ પર્વની ઉજવણી કરવામા આવશે. ત્યારે બકરી ઇદના પર્વની વડોદરા શહેરમા શાંતી અને સલામતિ પુર્ણ રીતે ઉજવણી થાય તથા મસ્જિદો ખાતે કોરોનાની ગાઇડ લાઇનનુ પાલન થાય તેવા હેતુ સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમા આવેલી મસ્જિદો ખાતે તથા અન્ય સંવેદનશીલ સ્થળોઍ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. ત્યારે આજે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.
3. વડોદરાના અટલાદરા (Vadodara Atladra) વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો થાંભલો નમી પડ્યો. વરસાદના કારણે નમી પડ્યો થાંભલો. મુખ્ય રસ્તા પર થાંભલો નમી પડતા રાહદારીયો પરેશાન. નમી પડેલા થાંભલાથી દુર્ઘટના થવાની રાહ જોતું તંત્ર. સામાન્ય વરસાદમાં જ વીજ થાંભલો પડી જતા વીજ કંપનીની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા.
4. ગ્રીન બેલ્ટના (GReen Belt Plot Vadodara) પ્લોટ પાલિકાએ પરત લેવાનું શરૂ કરતાં વનીકરણ યાદ આવ્યું. સંસદના પ્લોટમાં 10 વર્ષમાં માત્ર પેવર બ્લોક લગાવ્યા, હવે યાદ આવતા દોઢ વર્ષ ઉછરેલા ઝાડ લાવીને વાવ્યા.
5. હાઇકોર્ટની (High Court) મંજૂરી બાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં પતિના સ્પર્મ સેમ્પલ લેવાયા!. વડોદરા ડોક્ટર્સ ટીમ દ્વારા TESE પદ્ધતિથી દર્દીના સ્પર્મ લેવામાં આવ્યા, જે હાલમાં વડોદરાની લેબમાં રાખેલ છે. હાઈકોર્ટના આગામી આદેશ અનુસાર હોસ્પિટલ દ્વારા આગળની કાર્યવાહી પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. સમગ્ર પ્રક્રિયામાં સ્ટર્લિંગ હોસ્પિટલ, દર્દીના પરિજનો અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયના અમલીકરણમાં સત્તત સહયોગી છે.