વડોદરામાં પહેલીવાર રમાશે Asian School games Table Tennis Championship
News18 Gujarati Updated: August 12, 2019, 6:20 PM IST

વડોદર બનશે હોસ્ટ
આ સ્પર્ધામાં ભારત સહિત એશિયાના ચીન, ઇન્ડોનેશિયા, હોંગકોંગ-ચીન, નેપાળ, થાઈલેન્ડ, બાંગ્લાદેશ અને યુએઈ, એમ 8 દેશોના 96 રમતવીરો (ગલ્સ અને બોઇઝ ટીમ્સ) ભાગ લેશે. ગુજરાતના 2 છોકરા અને 2 છોકરીઓ પણ આમા ભાગ લેશે.
- News18 Gujarati
- Last Updated: August 12, 2019, 6:20 PM IST
વડોદરા: વડોદરા માટે ગૌરવની વાત છે કે દેશમાં પ્રથમવાર શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે છઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે જેનો આરંભ ૧૪મી ઑગસ્ટની સાંજે કેન્દ્રિય રમત ગમત મંત્રી કીરેન રિજિજુ,રાજ્યના ખેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલ કરશે.
આ અંગે જાણકારી આપતા આયોજનના સહ યજમાન અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ જયાબહેન ઠક્કરે જણાવ્યું કે, આ સ્પર્ધામાં ભારત સહિત એશિયાના ચીન, ઇન્ડોનેશિયા, હોંગકોંગ-ચીન, નેપાળ, થાઈલેન્ડ, બાંગ્લાદેશ અને યુએઈ, એમ 8 દેશોના 96 રમતવીરો (ગલ્સ અને બોઇઝ ટીમ્સ) ભાગ લેશે. ગુજરાતના 2 છોકરા અને 2 છોકરીઓ પણ આમા ભાગ લેશે.
ઠક્કરે વધુમાં જણાવ્યું કે,અલ્ટીમેટ ટેબલ ટેનિસ (utt) સહયોગી આ આયોજનને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનનો પ્રોત્સાહક સહયોગ મળ્યો છે. એમણે આંતરરાષ્ટ્રિય સ્તરની આ સ્પર્ધા વડોદરાને ફાળવવા માટે ધન્યવાદ આપ્યા હતા. સ્પર્ધા હેઠળ કુલ સાત ઇવેન્ટો તા.૧૩ થી ૨૧મી ઑગસ્ટ સુધી રમાશે.વડોદરામાં ટેબલ ટેનિસની રમતની લોકપ્રિયતા યુવાનોમાં વધતી જાય છે ત્યારે આ સ્પર્ધા વિદેશી ખેલાડીઓની ટેક્નિકસ અને રમત કુશળતામાંથી શીખવાની તક આપશે એવી અપેક્ષા એમણે વ્યક્ત કરી હતી.
કમલેશ મહેતાએ જણાવ્યું હતું કે, ટીટી સહિત વિવિધ રમતોને પ્રોત્સાહિત કરવાનું મોડેલ રૂપ કામ ગુજરાત સરકાર કરી રહી છે.જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના ચીફ કોચ જયેશ ભાલાવાળાએ જણાવ્યું કે, આ સ્પર્ધાના આયોજનને સુવિધાજનક બનાવવા રમત ગમત મંત્રીશ્રીના દિશાનિર્દેશો પ્રમાણે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નવી સાધન સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

Loading...