Home /News /madhya-gujarat /વડોદરા: જિલ્લામાં 289 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 40 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે

વડોદરા: જિલ્લામાં 289 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 40 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 611 મતદાન મથકો: 4,52,171મતદારો 

રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં 289 ગ્રામ પંચાયત

વડોદરા: રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં 289 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 2430 વોર્ડની સામાન્ય અને 40 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.19 ડિસેમ્બર-2021ના રોજ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.


વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 611 મતદાન મથકો પર 2,33,215 પુરુષ અને 2,18,956 સ્ત્રી મતદારો સહિત કુલ- 4,52,171 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામગીરી માટે 72 ચૂંટણી અધિકારી, 72 મદદનીશ ચૂંટણી અધિકારી, 3666 પોલિંગ સ્ટાફ અને કાયદો થતા વ્યવસ્થા જાળવવા માટે 1222 પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.


વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં 43 ગ્રામ પંચાયતોની,પાદરામાં 27, કરજણમાં 26, શિનોરમાં 29, ડભોઈમાં 55, વાઘોડિયામાં 45, સાવલીમાં 51 અને ડેસર તાલુકામાં 14 સહિત કુલ 289 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

આ પણ વાંચો: અમદાવાદના દરિયાપુરમાં વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટની ટીમ અને પોલીસ પર પથ્થરમારો

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં આઠ વોર્ડ ધરાવતી 244, 10 વોર્ડ ધરાવતી 34, 12 વોર્ડ ધરાવતી 09 જ્યારે 14 અને 16 વોર્ડ ધરાવતી એક એક ગ્રામ પંચાયત છે.


તેની સાથે 40 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેમાં પાદરા તાલુકામાં 13, કરજણમાં 15, શિનોરમાં 01, સાવલીમાં 09 અને ડેસર તાલુકામાં 02 સહિત કુલ 40 ગ્રામ પંચાયતોમાં 51 વોર્ડની તેમજ કરજણ તાલુકાના અટાલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર હોવાનું કલેકટર કચેરીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાખા દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો: Parliament winter session: સંસદમાં શિયાળા સત્રના પ્રથમ દિવસે કૃષિ કાયદો રદ્દ કરશે સરકાર

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ...


▪️ ચૂંટણીની જાહેરાતની તા. 22-11-2021
▪️ ચૂંટણીની નોટીસો/જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તા. 29-11-2021
▪️ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 04-12-2021
▪️ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની છેલ્લી તા. 06-12-2021
▪️ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા. 07-12-2021
▪️ મતદાનની તારીખ તથા સમય 19-12-2021 (રવિવાર) સવારના 7:00 વાગ્યા થી સાંજના 6:00 વાગ્યા સુધી
▪️પુનઃ મતદાનની તારીખ (જરૂરી જણાય તો) 20-12-2021
▪️ મતગણતરીની તારીખ 21-12-2021
▪️ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ 24-12-2021.
First published:

Tags: Election 2021, Gram Panchayat Election, State election commission, Vadodara, Vadodara City News