વડોદરા: સમૂહલગ્નમાં હેલિકોપ્ટરથી હજાર ટન ફૂલનો વરસાદ કરાયો

News18 Gujarati
Updated: February 7, 2018, 5:39 PM IST
વડોદરા: સમૂહલગ્નમાં હેલિકોપ્ટરથી હજાર ટન ફૂલનો વરસાદ કરાયો
file image

તમામ યુવતીઓને ઘરવખરીનો સામાન પણ આપવામાં આવ્યો હતો...

  • Share this:
વડોદરા જિલ્લામાં આવેલા ભાદરવા ગામે આજે એક અનોખો નજારો જોવા મળ્યો. જ્યાં સામાજિક સંદેશની સાથે સૌને અચંબિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. અવસર હતો સમૂહ લગ્નોત્સવનો, જ્યાં 100 યુવતીઓના લગ્ન કરાવવામાં આવ્યા.

જેમાં ખાસ હેલિકોપ્ટર દ્વારા હજારો ટન ફૂલ વરસાવવામાં આવ્યા. આયોજકો દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે આયોજકો દ્વારા તમામ યુવતીઓને ઘરવખરીનો સામાન પણ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,  મોટાભાગના તમામ સમાજ દ્વારા લગ્નમાં થતાં આડેધડ ખર્ચને ઘટાડવા અને ગરીબ-મધ્યમ વર્ગના લોકોને લગ્નના ખર્ચથી બચાવવા માટે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. અહીં પણ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા કપલના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કપલના લગ્ન યાદગાર બની રહે તે માટે આયોજકોએ હેલિકોપ્ટર દ્વારા લગ્ન સ્થળ પર ફૂલોનો વરસાદ કરી, તમામ લોકોને સરપ્રાઈઝ આપી એક યાદગાર પ્રસંગ બનાવ્યો હતો.
First published: February 7, 2018, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading