વડોદરા: શહેરના રાવપુરા વિસ્તારમાં સૈકા જુના બેકર્સે આ વર્ષે દિવાળી માટે ઘઉં, બેસન સહિત અનેક પ્રકારના ધાન્યનો ઉપયોગ કરી 80 પ્રકારના બિસ્કીટ્સ બનાવ્યા છે. જેમાં, કાજુ કતરી બિસ્કીટ્સ, પિસ્તા ઇટાલિયન બિસ્કીટ્સ, સ્પાઇસ, રોસ્ટેડ, ભાખરવડી, ઘુઘરા સહિત હેલ્ધી સુગર ફ્રી બિસ્કીટ્સનો પણ સમાવેશ થાય છે. દેશપ્રેમને છેલ્લા પોણા બે વર્ષથી કોરોના કહેરને અનુલક્ષીને કારણે સમગ્ર સમાજ અસમંજસમાં છે. જ્યારે, બીજીબાજુ ઇંધણ, રો - બિસ્કીટ્સ તૈયાર મટિરિયલ્સ સહિત તમામ ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો વર્તાયો છે. તેમછતા બિસ્કીટ્સના ભાવ વધાર્યા નથી.
જે સંદર્ભે અંકિત કંદોઈએ ઉલ્લેખ્યું હતું કે, શિયાળાની ફુલ ગુલાબી ઠંડીના વર્તારા સાથે મેથીના બિસ્કીટ્સ પણ તૈયાર કરાશે. જાયફળ, જાવંત્રી, એલચી સહિતના પૌષ્ટિક - ઔષધિય દ્રવ્યોનો ઉપયોગ કરી સ્પેશિયલ નાનખટાઇ, કોકોનટ મોદક, કાજુ - કોકોનટ બિસ્કીટ્સ, ખસ ખસકોપરા બિસ્કીટ્સ, ચોકલેટ વેનિલા મળી કુલ 80 પ્રકારની વરાયટી તૈયાર કરી છે.